રજૂઆત:ગઢબોરિયાદ CHC નવું મંજૂર છતા કામ થયુ નથી

નસવાડી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંખેડા MLA અભેસિંહે વિધાનસભામાં રજૂઆત કરી
  • નસવાડી CHC ક્ષમતા કરતા નાનું હોઇ મોટુ બનાવવાની માગ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નસવાડી અને ગઢબોરિયાદ આ બંને સામૂહિક આરોગ્ય કેન્દ્ર તાલુકાના અંગો છે. 212 ગામના દર્દીઓ સારવાર માટે નસવાડી અને ગઢબોરિયાદ આવે છે. જેમાં નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર વર્ષો જૂનું છે અને 212 ગામના CHCને હવે વધુ મોટુ બનાવની જરૂરિયાત છે અને ગઢબોરિયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાસ ડુંગર વિસ્તારના દર્દીઓ આવતા હોય છે. વર્ષો જૂના ગઢબોરિયાદ CHCના જર્જરિત બિલ્ડીંગને રિપેરિંગ કરી ચાલવામાં આવે છે.

ગઢબોરિયાદ CHC નવું મંજૂર કરાયું હતું અને તેની ફાઈલ રાજ્ય આરોગ્ય મંત્રીના ટેબલ પર પડેલ પછી કોઈ કર્યવાહી કરાઈ ન હતી. આખરે હાલ ચાલી રહેલ વિધાનસભાના સત્રમાં સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીએ નસવાડી દવાખાનું નવીન અને મોટુ બનાવવા તેમજ ગઢબોરિયાદ દવાખાનું 5 કરોડના ખર્ચે બનાવવા મંજૂર થયેલ તો તે દવાખાનું જલ્દી બનાવવા માગ કરી છે. રાજ્યના આરોગ્ય મંત્રી આદિવાસી વિસ્તારમાં આ દવાખાના જલ્દી બને માટે ધ્યાન આપી જાતે ખાતમુહૂર્ત કરવા આવેનું નિમંત્રણ પણ વિધાનસભામાં જ ધારાસભ્ય આપ્યું છે.

212 ગામના લોકોને સારી આરોગ્ય સેવા મળે માટે રજૂઆત કરી છે.
નસવાડી, ગઢબોરિયાદ બન્ને દવાખાનાના બિલ્ડીંગ નવા બને માટે રજૂઆત કરી છે. સારા બિલ્ડીંગ બને, સારી આરોગ્ય સેવા વધુ આદિવાસી વિસ્તારમાં મળે તેવા મારા પ્રયાસ છે. > અભેસિંહ તડવી ધારાસભ્ય સંખેડા

અન્ય સમાચારો પણ છે...