તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટેટ હાઈવેની આજુબાજુ અસંખ્ય દબાણો:નસવાડીમાં સ્ટેટ R & Bની જગ્યા પર કચરાના ઉકરડા, કેબિનો ખડકાતા વરસાદી કાંસ પૂરાઇ ગઇ

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કચરાના ઢગલાથી વરસાદી કાંસ પૂરાતા આગામી ચોમાસામાં નસવાડી હાઈસ્કૂલમાં 5 ફૂટ પાણી વરસાદનું ભરાઈ શકે છે - Divya Bhaskar
કચરાના ઢગલાથી વરસાદી કાંસ પૂરાતા આગામી ચોમાસામાં નસવાડી હાઈસ્કૂલમાં 5 ફૂટ પાણી વરસાદનું ભરાઈ શકે છે

નસવાડી બજાર રોડ વિસ્તારમાં સ્ટેટ હાઈવે રોડની આજુબાજુ જ્યાં જુઓ ત્યાં કેબિનો મુકાય છે. પછી તેની જગ્યાએ પાકા બાંધકામ અને પછી દુકાનો તૈયાર થઈ જાય છે. નસવાડી હાઈસ્કૂલથી પેટ્રોલપંપ તરફ જતા રોડની આજુબાજુ કચરાના ઢગલા સ્ટેટ આર એન્ડ બીની જગ્યામાં થવા લાગ્યા છે. હવે ધીરે ધીરે ઉકરડા બની જશે જેને લઈ આ રોડની બાજુમાં ખુલ્લી જગ્યાઓ પર જાણે સરકારી તંત્રનું ધ્યાન પડ્યું નથી અથવા તો આંખ આડા કાન કરાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

નસવાડી ગ્રામ પંચાયત દ્વારા પણ આ બાબતે ધ્યાન અપાતું નથી કારણ કે સ્ટેટ આર એન્ડ બીની જગ્યાઓ ખુલ્લી હોય સ્ટેટ આર એન્ડ બીના અધિકારીઓ ધ્યાન આપવું જોઈએ સાથે નસવાડી સર્કીટ હાઉસ આગળ તો મોટી માત્રમાં કચરાના ઠગલાં થવા લાગ્યા છે. એકબાજુ સ્વચ્છતાની વાત સરકારી તંત્ર કરે છે પરંતુ સ્વચ્છતાનો પણ અભાવ છે. ત્યારે નસવાડી ગ્રામ પંચાયત અને સ્ટેટ આર એન્ડ બી જાતે આ બાબતે ધ્યાન આપવું જોઈએ તેમજ વરસાદી કાંસ સ્ટેટ આર એન્ડ બીના રોડની બંને બાજુ હતો તે હવે પુરાવા લાગ્યો છે. કારણ કે જે કેબિનો મુકાય છે તેનાથી કાંસ પૂરાઈ ગયા છે તો વરસાદી પાણીનો નિકાસ કઈ રીતે થશે. આવનાર ચોમાસામાં નસવાડી હાઈસ્કૂલમાં 5 ફૂટ પાણી વરસાદનું ભરાઈ રહે તો નવાય નહીં. આ બાબતે તંત્ર ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો