લોકોની માગ:અશ્વિની નદીમાં ગ્રામ પંચાયત દ્વારા ઠલવાતો કચરો પશુઓ માટે જોખમી

નસવાડી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડીની અશ્વિની નદીમા કચરો ઢલવાયો છે.ત્યાં પશુઓના ટોળા દેખાય છે. - Divya Bhaskar
નસવાડીની અશ્વિની નદીમા કચરો ઢલવાયો છે.ત્યાં પશુઓના ટોળા દેખાય છે.
  • નસવાડી જૂથ ગ્રામ દ્વારા કચરાના નિકાલ માટે જરૂરી વ્યવસ્થા નથી કરાઈ
  • કચરાનું નિરાકરણ કરાય તો પશુઓ પણ ત્યાં ન આવે તેવી લોકોની માગ

નસવાડી તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત નસવાડી જૂથ ગ્રામ પંચાયત છે. નસવાડી ગ્રામ પંચાયતની હદના 12 વોર્ડ આવેલા છે. હાલ નસવાડીની અશ્વિની નદી નસવાડી ગ્રામ પંચાયત દ્વારા કચરો અને એઠવાડો ઠાલાવીને ગંદી કરાઈ છે.

નસવાડી ટાઉનમાં દરરોજ નસવાડી ગ્રામ પંચાયતની ‘કચરો આપો, કચરો આપો’ના ગીત સાથે ગાડી ફરે છે અને ગ્રામજનો કચરો આપે છે. તે ગાડી કચરો લઈને નસવાડીની અશ્વિની નદીમાં ઢાલવે છે. કચરામાં વધુ ઘરોનું ભોજન એઠવાડુ હોય છે. જે પ્લાસ્ટિકની થેલીમાં હોય છે જેને લઈ અશ્વિની નદીમાં પશુઓ તેને આરોગી રહ્યા છે. ખાસ તો પશુઓના સ્વસ્થ માટે આ અશ્વિની નદીમાં ફેકવામાં આવતો કચરો એઠવાડો પશુના સ્વસ્થ માટે જોખમ રૂપ બન્યો છે.

નસવાડી જૂથ ગ્રામ દ્વારા કચરાના વ્યવસ્થિત નિકાલ માટે અન્ય વ્યવસ્થા કરવી જોઈએ પરતું નસવાડી ગ્રામ પંચાયતમાં ગમે તેટલી રજૂઆત કરો પણ પ્રશ્નો હલ થતા નથી. ફક્ત ચૂંટણી આવે ત્યારે મોટી મોટી વાતો કરાય છે. નસવાડીની મુખ્ય અશ્વિની નદીમાં ટાઉનનો કચરો ઠલવાય છે જેને લઈ રાતના વિસ્તાર ભારે દુર્ગંધ ફેલાય છે. સાથે અશ્વિન નદીના રસ્તે જ પવિત્ર આસ્થાનું કેન્દ્ર દરગાહ આવેલ છે. ત્યારે હાલ જે કચરો મોટી માત્રમાં નદીમાં છે તે સ્થળે જેસીબી મારીને કચરાનું નિરાકરણ કરાય તો પશુઓ પણ ત્યાં ન આવે તેવી ગ્રામજનોની માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...