રોષ:મકાનની અંદરથી વીજ કંપનીએ પોલ ન હટાવતાં રોષ

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાયસીંગપુરાના વડલા ફળિયામાં માલિકીની જમીનમાં અગાઉ વીજપોલ નાંખી દેવાયા હતા
  • મકાન માલિક વીજપોલ​​​​​​​ હટાવવા વીજ કંપનીને કાલાવાલા કરે છે

નસવાડી તાલુકાના રાયસીંગપુરા ગામે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વર્ષો પેહલા વીજપોલ નાખવામાં આવ્યા હતા. કારણ કે તે વખતે ખુલ્લી જગ્યાઓ હોય અને કોની માલિકીની જગ્યા છે. શું છે તે વખત જોવામા આવ્યું ન હતુ. ફક્ત 24 કલાક જ્યોતિગ્રામ યોજનાને લઈ વીજપોલ નાખી વીજ પાવર શરૂ કરાયો હતો. જેમા હાલ રાયસીંગપુરા ગામે કંઈક અલગ પરિસ્થિતિ સર્જાઈ છે.

વડલા ફળિયામા રહેતા આશારામભાઈ ભીલ દ્વારા એક વર્ષ પહેલા તેમને મકાન બનાવવાનું હોઇ વીજપોલ હટાવવા એમજીવીસીએલમા અરજી આપી હતી. પરંતુ વીજપોલ હટાવવામાં આવ્યું ન હતુ. આખરે આજે હટાવીશું કાલે હટાવીશુંના વાયદા વચ્ચે મકાન માલીક તેની જમીનમા પાકુ મકાન બનાવ્યું. અને સાત ફૂટનું ચણતર સાથે મકાન તૈયાર થયું. પરંતુ મકાન વચ્ચે જ વીજપોલ આવતો હોઇ આખરે મકાનનું કામ અધવચ્ચે અટકી પડ્યું છે.

હાલ તો આદિવાસી પરિવાર તેના પુત્ર અને પુત્રીને મૂકી સૌરાષ્ટ્ર મજૂરી કામ માટે ગયા છે. અને પુત્રી એમ એસ ડબ્લ્યુનો અભ્યાસ કરતી હોઇ તેને અને તેના ભાઈ બન્નેએ એમજીવીસીએલમા ઘર વચ્ચે આવેલ વીજપોલ હટાવવા માંગ કરી છે. પરંતુ હજુ પ્રશ્ન હલ થયો નથી. વડલા ફળિયાના બે વીજપોલ ઘર વચ્ચે આવે છે. જે હટાવવામાં નહી આવે તો કરંટ લાગવાની ઘટના બને તેમ છે. આ બાબતે તત્કાલ નસવાડી એમજીવીસીએલ ધ્યાન આપી વીજપોલ હટાવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...