નસવાડી તાલુકાના બરોલી મેઈન નર્મદા કેનાલ પાસે રાતના નસવાડી પી એસ આઈ સી. ડી. પટેલ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમા હતા. તે દરમ્યાન બે પિકપ જીપમા ક્રુરતા પૂર્વક બાંધીને 13 પાડા (પશુ)ને કતલખાને કતલ કરવાના ઈરાદે લઈ જવાનું બહાર આવ્યુ છે. જેમાં નસવાડી પોલીસે 4 આરોપી સામે ગુજરાત પશુ સોરક્ષણ સુધારા અધિનયમ 2017ની કલમની અલગ અલગ કલમ મુજબ કાર્યવાહી હાથ ધરેલ છે.
જેમાં બાલુભાઈ હીરાભાઈ ભીલ હાલ રહે સોડત, ફજલભાઈ ઇબ્રાહિમભાઈ મુલતાની રહે ઝનખવાવ, રાકેશભાઈ કિશનભાઈ ભીલ રહે સોડત, ડેનિશભાઈ દશરથભાઈ રહે રાયણઘોડા નસવાડી આમ 4 આરોપી સામે કાયદેસરની કાર્યવાહી સાથે બે પિકપ જીપની કુલ કિંમત 9.50 લાખ, તથા મોબાઈલ નંગ 4ની કિંમત રૂા 9500, તથા અંગ જડતીના રોકડા 8 હજાર અને 13 પાડાની કિંમત 54,500 આમ કુલ 10,22,000 રૂા.નો મુદ્દામાલ પકડી નસવાડી પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.