તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નસવાડી ટાઉનના બજાર વિસ્તાર, સ્ટેશન રોડ, કવાંટ રોડ મોટા વિસ્તાર હોય અને હાલ દિવાળીના તહેવારને લઈ આદિવાસી વિસ્તારમાંથી ખરીદ કરવા મોટી માત્રમાં ગ્રામજનો આવતો હોય છે. કોઈપણ ભય વગર હર્ષોઉલ્લાસ સાથે તહેવારની ઉજવણી થાય અને કાયદો વ્યવસ્થા પણ જળવાય રહે તે હેતુથી નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારથી નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપનીના વિસ્તાર સુધી નસવાડીના પીએસઆઈ સી ડી પટેલ અને પોલીસ સ્ટાફ ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું. પોલીસ દ્વારા લોકોને કોવિડ-19ની ગાઈડલાઈનને લઈ સૂચનો પણ કર્યા હતા. અચાનક ટાઉનમાં પોલીસ જોઈ બધા ચર્ચા કરતા હતા પરતું ગ્રામજનોની સુરક્ષા માટે સતત પોલીસ હાજર છે જેને લઈ ફૂટ પેટ્રોલીંગ કરાયુ હતું ની ચર્ચા થઈ હતી.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.