ભાસ્કર વિશેષ:બરોલી પાસે નર્મદા મેન કેનાલમાં પડેલ બે ગાબડામાંથી માટીનું ધોવાણ થતા ભય

નસવાડી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક ફૂટનું ગાબડું હાલ 5 ફૂટ ગોલાઈમાં ધોવાણ થઈ ગાબડું પડ્યું

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નજીકથી મેન નર્મદા કેનાલ પસાર થાય છે. જે નર્મદા કેનાલ મારફતે હજારો કિલોમીટર દૂર પાણી પોહચે છે. હાલ કેનાલમાં ફૂલ પાણી ચાલી રહ્યું છે. ત્યારે બરોલી ગામના ગેટ પુલ નજીક એક ગાબડું દેખાઈ પડ્યું છે. આજુબાજુના ખેતરોમાં રહેતા ખેડૂતોના જણાવ્યા મુજબ બે ગાબડા આમ તો પડ્યા છે.

જે 10 દિવસ પહેલા નાના હતા પણ જે રીતે મેન કેનાલના આરસીસી કોક્રેટનું ધોવાણ થયું પછી અંદર માટીનું ધોવાણ થયું છે અને પાણી જેમ છાંલકો મારે તેમ કેનાલની માટી ધોવાઈ રહી છે. એટલે ધીરે ધીરે મેન કેનાલનું ગાબડું હવે વધી રહ્યું છે.

પાણીનો ભાર છે. માટી એક રાત, દિવસમાં ધોવાઈ જાય કઈ નક્કી નહીં. હાલ પાંચ ફૂટના ઘેરાવમાં કેનાલનું ગાબડું દૂરથી દેખાઈ રહ્યું છે. જો આજ રીતે માટી ધોવાશે તો ગમે ત્યારે કેનાલમાં મોટુ ભગાણ સર્જાય અને કોઈ મોટી ઘટના બની જાય તેવો આજુબાજુના ખેડૂત અને ગ્રામજનોને ભય સતાવી રહ્યો છે. નર્મદા મેન કેનાલ ઉપર આમ તો પેટ્રોલિંગ કરાતું હોય છે. તો આટલુ મોટુ કેનાલમાં પડેલ ગાબડું કોઈને દેખાઈ નથી રહ્યું. નર્મદા નિગમના અધિકારીઓ આ બાબતની ગંભીરતા સમજી તત્કાલ કાર્યવાહી કરાવે તેવી લોક માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...