તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો મજબૂર બન્યા:નસવાડી તાલુકામાં તલના પાકનો બજાર ભાવ ઘટી જતાં ખેડૂતો ચિંતિત

નસવાડી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડીના ખેડૂતો તલનો પાક હજુ ખેખેરી કાઠી રહ્યા છે. - Divya Bhaskar
નસવાડીના ખેડૂતો તલનો પાક હજુ ખેખેરી કાઠી રહ્યા છે.
  • છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ તલ પકવતો તાલુકો નસવાડી છે
  • 8 દિવસ અગાઉ ક્વિન્ટલના રૂા. 1700 ભાવ હાલમાં ઘટી રૂા. 1540 થયા

ખેડૂતો રાત દિવસ ખેતી પકવવા ઉજાગરા કરે છે અને ખેતી તૈયાર થયા બાદ પાક બહાર આવે એટલે ભાવ ઘટી જાય છે. તેવી પરિસ્થિતિ ફરી સર્જાઈ છે. તેલનો ભાવ આસમાને પહોંચવા લાગ્યો છે. પરંતુ તલનો ભાવ ઘટી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામા સૌથી વધુ તલનો પાક નસવાડી તાલુકામાં થાય છે. હાલ તલનો પાક હજુ શરૂઆત થઈ છે અને પાકની શરૂઆતમા નસવાડીમા તલના પાકની ભારે આવક નોંધાઈ છે. ત્યારે જે તલના કવિન્ટલના 8 દિવસ પહેલા 1700 રૂા. ભાવ હતો. તે હમણાં 1540 રૂા. ભાવ થયો છે. એટલે ખેડૂતોનો પાક બહાર આવતા ભાવ ઘટાડો થતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

આદિવાસી વિસ્તારના ખેડૂતો તલના પાક તરફ હવે વળ્યાં છે. ત્યારે પૂરતા ભાવ ન મળતા હવે ખેડૂતો જાય તો ક્યા જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે. ન છૂટકે ઓછા ભાવે તલ આપવા મજબૂર બન્યા છે. તલ હજુ તો ખેતરોમાં ખેડૂતો ખખેરી રહ્યા છે. હજુ પાક સુકાઈ રહ્યો છે અને ભાવ ઘટી રહ્યા છે. આ તલના પાક વેચી ચોમાસાની ખેતીની તૈયારી ખેડૂત કરશે. દવા બિયારણની ખરીદ કરશે. ત્યારે ભાવ ઘટતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

સરકાર ટેકાના ભાવથી તલ ખરીદ કરે તેવી માંગ
કમોસમી વરસાદ વેઠી મેહનત કરી પાક તૈયાર કરી બજારમા લાવીએ તો પૂરતા ભાવ મળતા નથી. સરકાર ટેકાના ભાવથી તલ ખરીદ કરે તો ખેડૂતોને ફાયદો થાય. હજુ હજારો કવિન્ટલ તલનો પાક બજારમા આવશે તે પહેલા ભાવ ઓછો થયો છે. તલનો ભાવ ઓછો અને તેલ લેવું હોય તો કેટલું મોંઘું છે. સરકાર અમારી બાજુ જુએ તો સારું. -પ્રવીણભાઈ રાઠવા, ખેડૂત, ગોયાવાંટ

મોટા માર્કેટમાં ભાવ ઓછો થાય તો અમે શંુ કરીએ
તલનો ભાવ 8 દિવસ પહેલા અમે 1700 રૂા. કવિન્ટલની ખેડૂતોની ખરીદ કરી છે. મોટા માર્કેટથી ભાવ આવતા હોય છે. હાલ 1540 રૂા. ભાવ છે એ પણ આજે વધારે ઘટી ગયા છે. અમે પણ શું કરીએ. માર્કેટમા ઉપર ભાવ ઘટે તેમ ખરીદી ઓછા ભાવે કરવી પડે છે. ખેડૂતોને ઓછો ભાવ મળે છે. એનું અમને પણ દુઃખ થાય છે. અમારે એમના થકી વેપાર કરવાનો હોય છે. -અલ્તાફભાઈ મેમણ, વેપારી, નસવાડી

અન્ય સમાચારો પણ છે...