વિરોધ:કલેડીયામાં CCIએ કપાસની ખરીદી ન કરતાં વરસાદમાં ખેડૂતો બેસી રહ્યા

નસવાડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપાસના વાહનો લઈ ખેડૂતો ટોકન બતાવી રહ્યા છે. - Divya Bhaskar
કપાસના વાહનો લઈ ખેડૂતો ટોકન બતાવી રહ્યા છે.
  • વરસાદ પડતો હોઇ CCIએ કપાસ ખરીદ્યો નહિ
  • વરસાદમાં કપાસ પલળતાં ખેડૂતો ચિંતામાં

નસવાડી તાલુકા કમોસમી વરસાદને લઈ સૌથી વંધુ મુશ્કેલીમા જગતનો તાત મુકાયો હતો. નસવાડી નજીક આવેક કલેડીયા ખાતે સીસીઆઈ કપાસ ખરીદ કેન્દ્ર પર ગુરુવારના કપાસ ખરીદ કરાયો હતો. જેમા મોટી માત્રમાં આવક હોઇ સાંજના કેટલાક ખેડૂતોને ટોકન અપાયું હોય જેમાં 15 વાહનો કલેડીયા માર્કટમાં કપાસ ભરેલા પડ્યા હતા અને અચાનક વરસાદ આવતા શુક્રવારે પાણી જ પાણી થયું હોય જેને લઈ કપાસ વેચવા આવેલ ખેડૂતો ભર વરસાદમા પોતાના વાહનો લઈ બેસી રહ્યા હતા. પરંતુ વરસાદ પડતો હોય સીસીઆઈ કપાસ કઈ રીતે ખરીદ કરે તે પ્રશ્ન ઉભો થયો હતો. ખેડૂત ગોહીલ ચન્દ્રસિંહના જણાવ્યા મુજબ અમને ટોકન આપ્યું છે પણ કપાસ ખરીદ કરાઈ નથી. રાતના બેઠા છે જ્યારે સીસીઆઈ અધિકારીના જણાવ્યા મુજબ વરસાદ બંધ થાય પછી કપાસ ખરીદ કરીશું હાલ તો ક્લેડિયા સેન્ટર પર મોટી માત્રમા કપાસ ની આવક થઈ છે અને વરસાદને લઈ ત્યાં પણ 400 રૂની ગાંસડીઓ પલળી છે. જ્યારે 6 હજારથી વધુ ગાંસડીઓ ગોડાઉનમા સેફ છે તેમ વિરપાલ સિંહ વાસદયાએ જણાવ્યું છે. એકંદરે વરસાદથી ખેડૂત દુઃખી બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...