હાલાકી:આકોના UGPLની લીકેજ લાઈનોને રિપેર કરવા ખેડૂતો મજબૂર બન્યા

નસવાડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આકોના ગામે ખેડૂતના ખેતરમા લીકેજ UGPL લાઈન ખેડૂત જાતે જ રિપેર કરે છે. - Divya Bhaskar
આકોના ગામે ખેડૂતના ખેતરમા લીકેજ UGPL લાઈન ખેડૂત જાતે જ રિપેર કરે છે.
  • કચેરીમાં જઈ ખેડૂતોએ ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી
  • તિલકવાડા ગામે આવેલી કચેરીથી લઈ ડભોઈ નર્મદા નિગમમાં જાણ કરવા છતાંય હજુ પ્રશ્ન હલ થતો નથી

નસવાડી તાલુકાના ખેડૂતોના ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચે તે માટે વર્ષો જૂના ઠાડીયા કેનાલ તોડી અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈનો નંખાઈ છે. જે અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈનોમા નર્મદા નિગમનું પાણી છોડાય છે. પરંતુ ખેતરો સુધી પાણી પહોંચતુ નથી.

ઉનાળાના સમય દરમ્યાન ખેતરોમા અંડર ગ્રાઉન્ડ લાઈનો લીકેજ હોવાથી તે નર્મદા નિગમના અધિકારીઓને રિપેરીંગ કરવાની હોવા છતાંય તે સમયે અધિકારીઓ ધ્યાન આપતા નથી. આજે જ્યારે ખેડૂતોના ખેતરમા ઉભો પાક સુકાય છે. ત્યારે પાણીની જરૂર છે.

હાલ નર્મદા નિગમનું પાણી છોડાયું છે. ત્યારે અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈનો લિકેઝ હોવાના કારણે આ લાઈનો રિપેરીંગ કરવા તિલકવાડાથી લઈ ડભોઈ નર્મદા નિગમની કચેરી સુધી રજૂઆત કરાઈ છે. છતાંય લાઈનો રિપેરીંગ કરાતી નથી. અંડરગ્રાઉન્ડ પાઈપ લાઈનથી ખેડૂતોને પાણી મળતું નથી. જ્યા લાઈનો લીકેજ છે ત્યાં ખેતરો પાણીથી ભરાય છે. પાક બગડે છે જેને જરૂર છે તેને પાણી મળતું નથી.

હાલ ખેડૂતો જાતે અંડર ગ્રાઉન્ડની લીકેજ પાઈપ લાઈનો રિપેરીંગ કરવા લાગ્યા છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી 2022 સુધી ખેડૂતોની આવક ડબલ કરવા માગે છે. પરંતુ તેમના જ સરકારી અધિકારીઓ લાખ્ખો રૂપિયાના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈનોનું કામ વ્યવસ્થિત ન થયેલ હોય હાલ તો ખેડૂતો દુઃખી બન્યા છે. નર્મદા નિગમના અધિકારીઓ આ બાબતે ધ્યાન નહી આપે તો કચેરીમા જઈ ખેડૂતો ઘરણાં કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...