તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપાસની ભારે આવક:નસવાડી CCIમાં વાહનોની લાંબી લાઇન હોઇ બે રાતના ઉજાગરા કરી ખેડૂતોએ કપાસ વેચ્યો

નસવાડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
CCI કેન્દ્ર પર બીજી રાત્રિએ ખેડૂતે ટ્રેકટર પર ભોજન કર્યું. - Divya Bhaskar
CCI કેન્દ્ર પર બીજી રાત્રિએ ખેડૂતે ટ્રેકટર પર ભોજન કર્યું.
 • બે દિવસમાં 4 હજાર ક્વિન્ટલ કપાસ ખરીદ કર્યો, સોમવારથી રજિસ્ટ્રેશનની પ્રકિયા માર્કેટમાં થશે
 • હવે કપાસ વેચતા પહેલાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરાયું

નસવાડી સીસીઆઈ કપાસ ખરીદ કેન્દ્ર પર સતત બે દિવસ કપાસની ભારે આવક રહી હતી. જેમાં પહેલા દિવસ ખેડૂતોના 126 વાહનો લેવાયા હતા. જેમાં રાતના 10 વાગે આવેલ વાહનોનો નંબર બીજા દિવસે પણ આવ્યો ન હતો અને સતત બે રાત કપાસ વેચવા માટે ખેડૂતોને નસવાડીમાં રહેવું પડ્યું હતું. ખાસ કરીને ખેડૂતો ભોજન પણ તેમના કપાસ ભરેલ વાહનો પર કર્યું હતું. બે દિવસમાં 4000 ક્વિન્ટલ કપાસ સીસીઆઈ દ્વારા ખરીદ કરાયો હતો. નસવાડીની રેવા જીનમાં પણ કપાસ મુકવા જગ્યા ન હોઇ તત્કાલ કપાસનું પિલાણ વધુ ઝડપથી કરાયું હતું. જ્યારે સીસીઆઈ દ્વારા જાહેર કરાયેલા નવા નિયમનો અમલ કરવાના સૂચનોને લઈ નસવાડી માર્કેટમાં હવે ખેડૂતોએ પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડશે તેમજ એક ખેડૂત 25 ક્વિ.કપાસ લાવી શકશે અને ખેડૂત પણ સાથે આવવો જોઈએ. 1 હજાર ક્વિ. કપાસ થાય તો સીસીઆઈ કપાસ ખરીદ કરશે અને ખેડૂતોને કપાસ લાવવા જાણ કરાશેના બોર્ડ દરેક જગ્યાએ માર્યા છે. આમ 5-6 દિવસ નીકળી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો