રોષ:જામલી, ખુશાલપુરા, રાણીપુરાના ખેડૂતોને વીજ પાવર ન મળતાં વીજ કચેરીએ સૂત્રોચાર

નસવાડી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કિશાન સૂર્યોદય યોજનાનો હવે ફિયાસ્કો, દિવસનો પાવર બંધ કરી રાતનો કરાયો

છોટાઉદેપુરના નસવાડી રાણીપુરા, જામલી, ખુશાલપુરાના ખેડૂતોને દિવસ અને રાતનો પાવર પણ ન મળતા ખેડૂતો એમજીવીસીએલ કચેરી પર સુત્રોચ્ચાર કરી વીજ માગને લઈ ડે ઈંજેનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરેલ છે.

નસવાડી તાલુકામા કિશાન સર્વોદય યોજનાને લઈ રાયપુર ફીડરમા આવતા ત્રણ ગામને દિવસનો ખેતીનો પાવર આપવામાં હતો. તે પણ બંધ કરી રાતના કરી દેવાયો છે. પરંતુ રાતના પણ વીજ પાવર ખેડૂતોને મળતો ન હોઇ નસવાડી એમજીવીસીએલ કચેરી પર ખેડૂતો પહોંચી સુત્રોચ્ચાર કર્યા હતા. રાત ઉજાગરા પોશાતા નથી, દિવસે વીજળી આપો ના પોસ્ટર હાથમા રાખી એમજીવીસીએલના ડે ઈંજેનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

ખેડૂતોનો પાક સુકાતો હોઇ રાતના જીવજંતુનો ભય સતાવે છે. અને દિવસની વીજળી સરકારે આપી છે. પરંતુ હવે એ વીજળી મળતી નથી. તો આવું કેમ? સરકાર આ બાબતે ધ્યાન આપી પ્રશ્ન હલ કરે તેવી ખેડૂતો માંગ કરી છે.

ખેડૂતોનો પ્રશ્ન આવ્યો છે તે હલ કરીશું
દિવસની લાઈટના સીડીયુલ જેટકો બનાવ્યા હતા. હાલ ખેડૂતોનો પ્રશ્ન આવ્યો છે. આ બાબતે ઉપર વાત કરી ખેડૂતોને દિવસે પાવર મળે એ બાબતે કાર્યવાહી કરીશું. તેમને લાઈટ મળતી નથીનો પ્રશ્ન તત્કાલ હલ કરીશું. > કે. એન. કામોલ, ડે ઈંજેનર, નસવાડી

અન્ય સમાચારો પણ છે...