સમસ્યા:ઘોડિસિમેલના ખેડૂતોએ બળી ગયેલો પાક ઉખેડી સરકાર સામે વિરોધ કર્યો

નસવાડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાને પાક સહાય યોજનામાં સમાવેશ ન કરાતાં ખેડૂતોમાં રોષ
  • વરસાદમાં 33 %થી વધુ પાક નુકસાન થયું

નસવાડી તાલુકામા સૌથી વધુ પાક નુકસાન ઘોડિસિમેલ ગામે થયો છે. જેને લઈ નસવાડી ખેતીવાડી વિભાગે આ ખેડૂતોને સહાય મળે માટે બધી મદદ કરી હતી. પરંતુ રાજ્ય સરકારે 20 જિલ્લા પાક સહાયમાં જાહેર કર્યા. તેમાં છોટાઉદેપુરનો નસવાડી તાલુકો પણ બાદ થઈ જતા ઘોડિસિમેલના 50થી વધુ ખેતરોમાં ઉભા પાક વરસાદી પાણીને લઈ બગડ્યો છે. જે પાક 33 ટકાથી વધુ નુકશાનમા હોય ખેડૂતોને એવું હતું સહાય મળશે. પરંતુ સહાયની લોલીપોપ હોય ઘોડિસિમેલના ખેડૂતો તેમના બળી ગયેલ કપાસના છોડ ઉખાડીને વિરોધ કર્યો હતો. સહાય મળશે કરી નકલો લેવા લાઈનોમા ઉભા રહ્યા. આ કાગળ, પેલો કાગળ કરી બધુ કર્યું. પરતું સહાય ન મળતા હવે ખેડૂતો ચિંતિત બન્યા છે. વરસાદથી નુકશાન થયું છે. જે કુદરતી આફત વરસાદમા ખેતી પાક નુકશાન હોવા છતાંય ખેડૂતોને સહાય ન મળતાં હવે તાલુકાના ખેડૂતોમા સરકાર સામે ભારે રોષ ઉઠ્યો છે. ત્યારે ભારે વરસાદમા 8 ગામના ખેડૂતો ખેતી નુકશાન થયું તેનું શું? આ ખેડૂતો કયા જશે? રાજકીય નેતાઓ આ ગંભીર બાબતે ખેડૂત તરફ મીટ માંડે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...