તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:કાકડીયાની માઈનોર કેનાલમાં આવતા 6 ગામના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત

નસવાડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
કાકડીયા માઈનોર કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી. - Divya Bhaskar
કાકડીયા માઈનોર કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી.
 • તલ, બાટુ, મગ જેવા પાક સૂકાય છે ત્યારે નર્મદા કેનાલમાં પાણી હોવા છતાં પાણી કેમ બંધ કરાય છે : ખેડૂતો
 • હાલમા ચૂંટાયેલ ચામેઠા બેઠકના તાલુકા સદસ્યને પણ ખેડૂતોએ પાણી અંગે રજૂઆત કરી છે

નસવાડી તાલુકાની બાજુમાં મુખ્ય નર્મદા મેન કેનાલ પસાર થાય છે. જે કેનાલમાંથી બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડાય છે અને ત્યાંથી માઈનોર કેનાલમાં પાણી છોડાય છે. હાલ રાજ્યની વિધાનસભા ચાલી રહી છે. જ્યાં રાજ્યના ધારાસભ્યઓ હાજર રહે છે અને ત્યાં સિંચાઈનું પાણી ખેડૂતોને એપ્રિલ માસ સુધી મળશેની વાતો કરાઈ છે. પરંતુ નસવાડી તાલુકામાં આ વાતનો અમલ થતો નથી. કારણ કે જે ગાંધીનગરથી વાત અને રજૂઆત થાય છે તેનો અધિકારીઓ અમલ કરતા નથી તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.

હાલ નસવાડી તાલુકામાં તલનો સૌથી વધુ પાક કરાયો છે. જ્યારે અન્ય પાકમાં બાટુ, મગ અને બીજા પાક પણ કરાયા છે. જે પાકને સિંચાઈનું પાણી મળતું ન હોય જેને લઈ હાલ ઉભા પાક સુકાઈ રહ્યા છે. ખાસ તો કાકડીયા, ચામેઠા અને અન્ય માઈનોર કેનાલના પાણી બંધ છે. જે પાણી છોડાય તો ખેડૂતોનો પાક બચી શકે તેમ છે. હાલમા ચૂંટાયેલ ચામેઠા બેઠકના તાલુકા સદસ્યને પણ ખેડૂતોએ પાણી કેનાલમા સિંચાઈ વિભાગ છોડાવે તેવી ખેડૂતોએ માગ કરી છે.

જો પાણી નહીં છોડાય તો 200 ખેડૂતો સાથે મળી અમે નર્મદાનો મુખ્ય ગેટ ખોલીશું
કેનાલના અધિકારીઓ અમારા ખેતરોમાં જોવા આવે. કેનાલનું પાણી મળશે કરી પાકનું વાવેતર કર્યું છે. હવે પાણી બંધ છે. જો ચાર દિવસમાં પાણી નહીં છોડે તો 200 ખેડૂતો સાથે મળીને કેનાલનો મુખ્ય ગેટ ખોલીશું. - નારણભાઈ ભીલ, ખેડૂત, ચામેઠા

1500 હેક્ટરમાં હાલ પાણીની જરૂર છે
કર્ષણપુરા, ચામેઠા, કોઢીયા, લિંડા, ટેકરા, સમરીપીપરના ખેડૂતોને 1500 હેક્ટર જમીનમાં પાણીની જરૂરીયાત છે. કેનાલનું પાણી બંધ છે. નર્મદા ડેમ કેનાલોમાં પાણી ભરપૂર છે. તે પાણી છોડવા મારી માગ છે. ખેડૂતોની રજૂઆત પર તંત્ર ધ્યાન આપે. - જોશનાબેન ભીલ, તાલુકા સદસ્ય, ચામેઠા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો