તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:આકોનામાં 3 દિવસથી વીજ ટ્રાન્સફોર્મર બળી જતાં ખેડૂતોને અંધારા ઉલેચવાનો વારો, ખેતી માટેની લાઈટ 8 કલાક પણ મળતી નથી

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેડૂત મહિલા અંધારા ઉલેચી ભોજન બનાવી રહી છે. - Divya Bhaskar
ખેડૂત મહિલા અંધારા ઉલેચી ભોજન બનાવી રહી છે.

નસવાડી મધ્ય ગુજરાત વીજ કપનીમાં ફરી અંધેર વહીવટ જોવા મળી રહ્યો છે.. નસવાડી નજીક આવેલ આકોના ગામે ખેતીનું વીજ ટ્રાન્સફોર્મર 3 દિવસથી બળી ગયું છે પરંતુ તે બદલી આપવામાં આવતું નથી. હાલ ખેડૂતો ખેતી કામમાં જોતરાયા છે ત્યારે વીજ ટ્રાન્સફોર્મર વિના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ખેડૂત પરિવારો ખેતરમાં રહેતા હોઇ તેમને વીજ પાવરની જરૂર હોય તે પણ પાણીની સુવિધા સાથે.

આ અંગે ખેડૂતો રજૂઆત કરે છે તો નસવાડીના બે જવાબદાર અધિકારી ખેડૂતોને ફોન પર ઉડાઉ જવાબ આપે છે.. ટીસી આવ્યું છે કાલે લાગશે. માણસો નથી તેમ અદ્ધર જવાબ આપે છે. હાલ તો વીજળીના અભાવે આકોનાના ખેડૂતો પોતાના ઢોરને પીવા માટે ત્રણ દિવસથી પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે તેમજ ઘરના પરિવારો અંધારામાં બધું કામ કરવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા વીજ ટ્રાન્સફોર્મર સત્વરે લગાવવા માગ કરવામાં આવી છે.

3 દિવસથી વીજ ટીસી ફેલ છે, તંત્ર માત્ર વાયદા કરે છે
3 દિવસથી ટીસી ફેલ હોઇ અમે વારંવાર જાણ કરીએ છીએ પરંતુ કોઈ સરખા જવાબ નથી મળતા. કોને કહેવા જવાનું. હાલ અંધારામાં બધા જ રહે છે. વીજ ટીસી સત્વરે લગાવાય તેવી માંગ છે. > નરપત સિંહ પરમાર, ખેડૂત, આકોના

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો