તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ટીબામાં મકાઈના ઊભા પાકમાં ભૂંડોએ ભેલાણ કરતાં મુશ્કેલી, ભૂંડોનો ત્રાસ છતાંય તંત્ર દ્વારા ચોક્કસ પગલાં ન ભરાતા હોવાની ખેડૂતોની રાવ

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકાના ટીબા ગામે 3 એકરમાં ખેડૂતે કરેલી મકાઈના ઉભા પાકમાં ભૂંડો ભેલાણ કરતાતા ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. - Divya Bhaskar
નસવાડી તાલુકાના ટીબા ગામે 3 એકરમાં ખેડૂતે કરેલી મકાઈના ઉભા પાકમાં ભૂંડો ભેલાણ કરતાતા ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

નસવાડી તાલુકામાં મકાઈની ખેતી કરવી ભારે જહેમત અને મહેનત વારી બની ગઈ છે. કારણ કે નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. નસવાડી તાલુકાના 212 ગામડા હોય આદિવાસીના ઘરમાં મકાઈના રોટલા ફરજિયાત બનતા હોય છે અને તે ખેડૂતો વધારે પડતી ઘરે ખાવા અને લીલી મકાઈ કોઈ સગાસંબંધીને ઘરે શેકીને ખાવા આપતા હોય અથવા તો જેતે પરિવારની દીકરીઓ લગ્ન કરી તેના સાસરીમાં ગઈ હોય તો તે ખાસ ખેડૂત માતાપિતાને ત્યાં મકાઈ ખાવા પણ આવે તે વર્ષો જૂની બધી પરંપરાઓ રહી છે.

પરંતુ આજે નસવાડી તાલુકામાં ખેડૂતને મકાઈનું વાવેતર કરવું હોય તો ભૂંડોના ત્રાસથી તે ખેડૂત કરતો નથી અને કરે તો તેના ખેતરમાં ભૂંડો મકાઈના છોડનું ભેલાણ કરતા હોય છે. ત્યારે ટીબા ગામના ખેડૂત 3 એકરમાં કરેલ મકાઈ સારી થઈ હોય ત્યારે ભૂંડો આખું ખેતર હવે બગાડી રહ્યા છે. ખેડૂતના જણાવ્યા મુંજબ સરકાર 2022 સુધી ખેડૂતોની આવક ડબલ કરવા માગે છે.

પરંતુ ખેડૂતોને સરકાર આ ભૂંડોના ત્રાસથી મુક્તિ અપાવે તેવી માગ છે. ઘરે મકાઈ રોટલા બનાવવા પૂરતી કરીએ તે ભૂંડો રહેવા દેતા નથી જ્યારે નસવાડીના ગ્રામજનો તો લીલી દેશી મકાઈ શેકીને ખાવાનું પણ ભૂલી ગયા છે. કારણ કે મકાઈનું વાવેતર હવે ખૂબ ઓછું થયું છે. જેને લઈ મકાઈના રોટલા બનાવતા પરિવાર પણ બજારમાંથી મોંઘા ભાવની મકાઈ લઈ ઘરે રોટલા બનાવે છે. ત્યારે ભૂંડોના ત્રાસથી ખેડૂતોની મુશ્કેલી ક્યારે હલ થશે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો