તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપાસની આવક:નસવાડી સીસીઆઈ કેન્દ્રમાં સોમવાર સાંજથી જ ખેડૂતો કપાસ ભરેલા વાહનો લઈ આવ્યા

નસવાડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
નસવાડી સીસીઆઈમાં બુધવારે કપાસ વેચવા મંગળવારથી ટોકન લઈ ઉભા રહેલ વાહનોની તસવીર. - Divya Bhaskar
નસવાડી સીસીઆઈમાં બુધવારે કપાસ વેચવા મંગળવારથી ટોકન લઈ ઉભા રહેલ વાહનોની તસવીર.
 • નસવાડી APMCના કોટન, ખેડૂત પ્રતિનિધિ ચૂંટણીમાં વ્યસ્ત બન્યાં

નસવાડી તાલુકામા હાલ મોટી માત્રમા કપાસની આવક છે. જેને લઈ ખેડૂતો કપાસ વેચવા સીસીઆઈ કેન્દ્રો પર આવે છે. અત્યાર સુધી કપાસ આવતો હતો. તે લેવાઈ જતો હતો. પરંતુ અમદાવાદ સીસીઆઈ દ્વારા જે મહત્તમ કપાસ 100 રૂા.ની ઘાસડીઓ પૂરતો ખરીદ કરવાનો પત્ર કર્યો. ત્યારબાદ ખેડૂતોને ખબર પડતાં ખેડૂતોને એવું થઈ ગયું છે. હવે સીસીઆઈમા વહેલો તે પહેલો મુજબ કપાસ ખરીદ કરાશે. જેને લઈ નસવાડીમા મંગળવારના કપાસ ખરીદ થવાની હોય ત્યારે સોમવારના સાંજથી આખી રાત ખેડૂતો કપાસ ભરેલા વાહનો લઈ આવ્યા હતા.

નસવાડી રેવા જીનના માલીક દ્વારા બધા જ કપાસ ભરેલા વાહનો મેદાનમા મુકાવ્યા હતા. પરંતુ સવારના વાહનો વધી ગયા હતા. ત્યારે જીન માલીક પણ ખેડૂતોને શુ જવાબ આપવો કરી મુંઝવણમા મુકાયા હતા. ત્યારે કેટલાય ખેડૂતોએ નસવાડી માર્કટના ખેડૂત અને કોટન શેલના પ્રતિનિધિને યાદ કર્યા હતા. પરંતુ તેઓ પોતાની ચૂંટણીને લઈ વ્યસ્ત હોય ખેડૂતોના પ્રશ્ન હલ કોણ કરશેની ચર્ચા ઉઠી હતી. આખી રાત ખેડૂતો પોતાનો કપાસ લઈ કડકડતી ઠંડીમા લઈ બેસી રહ્યા હતા. મંગળવારે સીસીઆઈના પત્રને લઈ કકળાટ ઉભો થયો છે. છતાંય નસવાડી એપીએમસીનું કોઈ પ્રતિનિધિ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ નથી કરતું. જેને લઈ ખેડૂતોમાં ભારે રોષ ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો