તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અફવા:નસવાડી તાલુકામાં ખાતરની અછત સર્જાશેનો ખોટો મેસેજ વાયરલ થયો

નસવાડી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
નસવાડી ગુજકો માસોલ ડેપોમાં ખાતરનો સ્ટોક જણાય છે. - Divya Bhaskar
નસવાડી ગુજકો માસોલ ડેપોમાં ખાતરનો સ્ટોક જણાય છે.
 • ગત વર્ષે નસવાડી તાલુકામાં ખાતરની અછત સર્જાઈ હતી
 • અફવા બાબતે નસવાડી ગુજકોમાસોલ ડેપોના મેનેજર દ્વારા અપીલ કરાઈ

નસવાડી તાલુકો ખેતી પ્રધાન તાલુકો છે. ત્યારે ગત વર્ષે ખેડૂતોને ખાતર લેવા માટે દોડાદોડ કરવી પડી હતી. સાથે રાત અને દીવસે પણ ખાતર લેવા લાઈનોમાં લાગવુ પડ્યું હતું. જેમાં ખાસ કરીને ખેડૂત પરીવારની મહિલાઓથી લઈ શાળાના વિદ્યાર્થીઓ પણ ખાતરની બે થેલી લેવા લાઈનોમા ઉભા રહ્યા હતા. ત્યારબાદ સરકારે ખાતરની અછત માટે ધ્યાન આપી ખાતર મોકલ્યું હતું. પરંતુ હાલ નસવાડી તાલુકામા એક અફવા ચાલી રહી છે. જેમાં આ વર્ષે ફરી ખાતરની અછત સર્જાશે. જેને લઈ આમ તો ખેડૂતો દરરોજ ખાતર લઈ જઈ રહ્યા છે. પરંતુ અફવા બાબતે નસવાડી ગુજકો માસોલ ડેપોના મેનેજર દ્વારા ખાતરની અછત જેવું કશું થવાનું નથી. ખેડૂતો અફવા પર ધ્યાન ન આપે તેમ અપીલ કરાઈ છે.

કારણ કે ગત વર્ષે કોરોના વાયરસની મહામારીને લઈ ખાતરની મુશ્કેલી પડી હતી. ખાતર સંગ્રહખોરો હમણાંથી ખાતરનો સંગ્રહ કરી રહ્યા છે અને અફવા ફેલાવી રહ્યા છેની ચર્ચાઓ ઉઠી છે. ત્યારે સરકારી તંત્રનું ક્વોલિટી વિભાગ પણ આ બાબતે ધ્યાન આપી ખેડૂતોને ખાતરની અછત ન સર્જાય તે બાબતે હમણાંથી આયોજન કરે તે જરૂરી છે.

ખેડૂતોને ખાતરની કોઈ મુશ્કેલી નહીં પડે
ખાતર વધુ સ્ટોક કરવા માટે અમે ગોડાઉન ભાડેથી રાખીશું અને ખેડૂતોને ગત વર્ષે મુશ્કેલી પડી હતી તેં નહીં પડે. ખાતરની અછત સર્જવાની નથી. ખોટી અફવા પર ખેડૂતો ધ્યાન ન આપે તે મારે એમને જણાવું છે. ખાતરનો ભાવ પણ વધ્યો નથી. જૂનો ભાવ છે. 900થી વધુ મેટ્રિક ટન ખાતર વહેચ્યું છે. આ વર્ષે 1200 મેં. ટનથી વધુનું વેચાણ કરીશું. > યોગેશ પરીખ, ડેપો મેનેજર, ગુજકો માસોલ નસવાડી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો