ભાસ્કર વિશેષ:નસવાડીમાં કમોસમી વરસાદથી કપાસ, તુવર, સોયાબીન પાકને વ્યાપક નુકસાન

નસવાડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડીમા કમોસમી વરસાદ અને પવનથી કપાસની ડાળ તૂટી ગઈ છે. છોડ નમી ગયા છે. - Divya Bhaskar
નસવાડીમા કમોસમી વરસાદ અને પવનથી કપાસની ડાળ તૂટી ગઈ છે. છોડ નમી ગયા છે.
  • કપાસના ઊભા છોડ પણ વાવાઝોડાના પવનને કારણે તૂટી ગયા હતા
  • ઊભા પાકને થયેલા નુકસાનનો સર્વે કરવા ખેડૂતોની માગ

નસવાડી તાલુકામાં શુક્રવાર, શનિવાર બે દિવસ કમોસમી વરસાદ પડ્યો હતો. જે વરસાદમા શુક્રવારના દિવસે સાંજના ભારે પવન સાથે વરસાદ થયો હતો. જેમાં નસવાડી તાલુકામા 22 એમ એમ વરસાદ પડ્યો હતો. વરસાદને લઈ ખેડૂતોનો પાક બગડ્યો છે. ભારે પવન વરસાદ પડ્યો હોઇ કપાસના પાકના ઉભા છોડ તૂટી ગયા છે. અને કેટલાય ખેતરોમા કપાસના છોડ નમી ગયા છે.

ખેડૂતો ચોમાસામા ભારે વરસાદથી ચિંતિત હતા. અને તે વખતે પણ કપાસમા આવેલ ફૂલ ખરી પડ્યા હતા. જ્યારે કપાસની વેણી હજુ એક જ વખત ખેડૂતોએ વીણી હતી. અને બજારમાં કપાસનો ભાવ પણ સારો હતો. દિવાળી બાદ નવા વર્ષમા કપાસની વેણી હજુ ખેડૂતોએ કરવાની બાકી હતી. અને અચાનક કમોસમી વરસાદથી કપાસના પાકને નુકસાન થયું છે.

નસવાડી તાલુકામા 18000 હેકટરમા કપાસનું વાવેતર કરાયું છે. જ્યારે સોયાબીન, તુવરનો પાકનું 2100 હેકટરમા વાવેતર કરાયું છે. નસવાડી તાલુકાના ખેડૂતો ખેતી આધારિત જીવન નિર્વાહ છે. ત્યારે ખેડૂતોના પાકને નુકશાન થયું હોઇ નસવાડી તાલુકાના ખેડૂતોના ખેતરમા તત્કાલ સર્વે કરવા માંગ ઉઠી છે. મોંઘું બિયારણ, દવા, ખાતર લઈ પાકને ખેડૂતો તૈયાર કરે છે. અને અચાનક કમોસમી વરસાદથી પાકને નુકસાન થતા ખેડૂતો બજારમા ઉધાર લીધેલ દવા, બિયારણના રૂપિયા કઈ રીતે ચૂકવશે? તેની ચિંતામા પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...