છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગામડાઓમા કપાસના છોડનો કલર બદલાયો છે. જેમા કપાસના છોડના પાન લાલ થયા છે. જ્યારે ઝીંડવા કાળા દેખાયા હોઇ જેને લઈ સમગ્ર તાલુકાના ખેડૂતો ચિતિત બન્યા હતા. આખરે નસવાડી તાલુકા ખેતી વિસ્તરણ અધિકારીને કેટલાય ખેડૂતો આ બાબતે જાણ કરી હતી. જેમા તેઓએ ખેતરની મુલાકાત કરી હતી. જેમા કપાસના ઉભા છોડમા સફેદ દૂધ જેવો કપાસ દેખાય છે. પરંતુ છોડમા કોઈ જીવ રહ્યો ન હોય અને જાણે કોઈ ભેંદી રોગ આવ્યો હોય તેમ તેઓનુ પણ અનુમાન છે.
આખરે તેઓ દ્વારા આણંદ કૃષિ યુનિવર્સીટીના કૃષિ નિષ્ણાંતોને જાણ કરતા તેઓ નસવાડી તાલુકાના ખેતરોની મુલાકાત આવ્યા હતા. અને અનેક ગામડામા ખેતરોમા તેઓ જાતે ફર્યા હતા. ખાસ કરીને તેઓ પણ કપાસના છોડ જોઈને ચિંતિત બન્યા હતા. અને કપાસના ખેતરમા કપાસ અને માટીના સેમ્પલ તેઓ લીધા છે.
હાલ તો તેઓ સેમ્પલના રિપોર્ટ આવ્યા વગર કઈ કહી શકે તેમ ન હોઇ છતાંય વાતાવરણનો બદલાવની અસરને લઈ આવું બન્યું હોવાનું પ્રાથમિક અનુમાન જણાવી રહ્યા છે. પરંતુ સચોટ અહેવાલ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ કહી શકાય તેમ છે. હાલ તો ખેડૂતોના ખેતરમા કપાસ જૂજ રહ્યો છે. એટલે કપાસ જોઈએ તેટલો ઉતારો આવ્યો નથી. એટલે ખેડૂતોને મોટુ નુકશાન થયું છે. આ બાબતે સરકાર કંઈક કરે તેવું પણ ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.