પરીક્ષા:લિંડા એકલવ્ય મોડલ સ્કૂલમાં પ્રવેશને લઈ પરીક્ષા યોજાઈ

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 બ્લોકમાં 469 આદિવાસી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ
  • ધો.6થી 12 સુધી તમામ સુવિધાઓ અદિવાસી વિદ્યાર્થીઓને મફત મળે છે

નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. સરકાર આદિવાસી બાળકોના અભ્યાસની ચિંતાને લઈ રાજ્યના આદિજાતિ વિભાગ દ્વારા એકલવ્ય મોડલ રેસિડનસી સ્કૂલો ખોલી છે. જે સ્કૂલમા ધોરણ 6થી 12 સુધી બાળકોનો શિક્ષણને લાગતો તમામ ખર્ચ આદિજાતિ વિભાગ ઉઠાવે છે. પરંતું એકલવ્ય મોડલ રેસિડનસી સ્કૂલમા પ્રવેશને લઈ પરીક્ષાઓ લેવાય છે.

જેના ભાગરૂપે નસવાડી એસ.બી. સોલંકી વિદ્યામંદિરમા એકલવ્ય મોડલ રેસિડનસી સ્કૂલમા પ્રવેશને લઈ 469 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી. હાઈસ્કૂલના 12 બોલકમા પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાઈ હતી. આ પરીક્ષાઓ એમ. આર. સીટ પર લેવાઈ હતી. હાલ તો આદિવાસી બાળકોએ હોંશે હોશે પરીક્ષા આપી છે.

અન્ય સમાચારો પણ છે...