કામગીરી શરૂ:આખરે તંત્રના કાને ગ્રામજનોના ઢોલનો અવાજ પહોંચ્યો

નસવાડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નસવાડીમાં 10 ગામને જોડતાં કાચા રસ્તા મુદ્દે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો
  • દસ મહિનાથી કામ અટક્યું હોઇ હવે સરકારી તંત્ર સર્વે કરવા પહોંચ્યું

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના સાકળ(પી)થી આમતાનો રોડ 2 કીમીથી વધુનો છે. જે રોડ થકી ડુંગર વિસ્તારના દસ ગામમા તરત પહોંચી શકાય તેમ છે. જેને લઈ આર એન્ડ બી વિભાગ દ્વારા રૂા.2.76 કરોડનું રસ્તા બનાવવાનું ટેન્ડર પાડ્યું હોય અને ટેન્ડર એજનસીનું લાગ્યું હોઇ. છતાંય કામગીરી શરૂ કરાઈ ન હોઇ અને એજન્સીના વર્ક ઓર્ડરની મુદત પૂર્ણ થવાનાં ફક્ત 20 દિવસ બાકી હોઇ અને કામગીરી શરૂ થઈ ન હતી. જેમાં જંગલ જમીન અને આર એન્ડ બી વિભાગનું સ્થળ સર્વે જરૂરી હોવા છતાંય તંત્ર કામગીરી કરતું ન હોઇ.

આ બાબતની ગ્રામજનોને જાણ થતા 100થી વધુ ગ્રામજનોએ ડુંગર ઉપર ઢોલ વગાડીને દસ મહિનાથી ઘોર નીંદરમાં સુતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. અને તંત્રના કાન ઢોલના આવાઝથી સાંભળે તે ગ્રામજનોનો આશય હોય. બુધવાર ના રોજ વન વિભાગ , આર એન્ડ બી વિભાગ થી લઈ અન્ય વિભાગ ના અધિકારી ઓ સાકળ(પી) થી આંમતા જતા કાચા રસ્તા પર સર્વેની કામગીરીને લગતી કાર્યવાહી કરવા પોહચ્યાં હતા.હવે સર્વે થશે અને ત્યારબાદ પાકો રસ્તો બનશે. ટૂંકમાં દસ મહિના બાદ બે જવાબદાર તંત્રને ગ્રામજનોએ ઢોલના અવાજથી જગાડ્યું છે. જોકે સર્વેની કામગીરી ક્યારે પૂર્ણ થશે અને પાકા રસ્તાની કામગીરી ક્યારે શરૂ થશે તે જવાબ હાલ તંત્ર પાસે નથી.

અન્ય સમાચારો પણ છે...