પોલીસની તપાસ ઠેરની ઠેર:દારૂની ખાલી બોટલો મળ્યાના 10 દિવસ બાદ પણ પોલીસ ઠેરની ઠેર

નસવાડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નસવાડી તાલુકા પંચાયતમાંથી પણ ડીડીઓને રિપોર્ટ કરાયો
  • નસવાડી મનરેગા ઓફિસમાંથી દારૂની ખાલી બોટલો મળી હતી

નસવાડી તાલુકા પંચાયતની અંદર આવેલ મનરેગા ઓફિસમાં દારૂની બ્રાન્ડેડ બોટલથી લઈ બિયરના ટીન અને કવાર્ટરિયા મોટી માત્રામાં મળી આવેલ હતા. જેને બોડેલી સીપીઆઈની હાજરીમાં ઓફિસના ધાબા પર, અંદર તેમજ તાલુકા પંચાયતમાં આવેલ જર્જરિત ક્વાર્ટરમાંથી પોલીસે કબજે કર્યા હતા. જે બાબતને 10 દિવસ થયા છતાંય પોલીસની તપાસ ઠેરની ઠેર છે. દારૂની ખાલી બોટલો લોક એન્ડ કીવાળી બિલ્ડિંગમા કોઈ શો માટે મૂકી ગયું તેની તપાસ ધીમી થઈ ગઈ છે.

નસવાડી પોલીસ બિનવારસી દારૂ મળે તોય તેના તથ્ય સુધી પહોંચે છે. ત્યારે સરકારી ઓફિસમાંથી મળેલ દારૂ બોટલોમાં હજુ પોલીસ કંઈ કરી શકી નથી. નસવાડી તાલુકા પંચાયત એક સરકારી ઓફીસ છે. ત્યારે મનરેગા ઓફિસમાં ટકાવારી મસ્ટર કાઢવા તેમજ કામના વર્ક કોર્ડ પાડવા તેમજ જિલ્લામાંથી કામની વહીવટી મેળવવાના અલગ સોદા થતા હોય છે. જેમાંનો એક સોદો દારૂ, બિયર, કવાર્ટરિયાનો પણ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. નસવાડી તાલુકા વિકાસ અધિકારી આ બાબતે ગંભીર બને તે જરૂરી છે. નસવાડી ટીડીઓએ પણ દારૂ ખાલી બોટલને લઈ રિપોર્ટ જિલ્લામાં સોંપેલ છે. છતાંય હજુ કંઇ થયું નથીની ચર્ચાઓ શરૂ થઈ છે. ઘટનાને 10 દિવસ વીતી ગયા છતાં પોલીસની તપાસ ઠેરની ઠેર હોવાથી અનેક ચર્ચાઓને સ્થાન મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...