તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ખેંદા સ્લેબ ડ્રેઈનના પીલરના પાયામાં થયેલા ધોવાણના રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ

નસવાડી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેંદા સ્લેબ ડ્રેઈનના પાયાનું ધોવાણનું રિપેરીગ કામ કરાયું તેની તસવીર. - Divya Bhaskar
ખેંદા સ્લેબ ડ્રેઈનના પાયાનું ધોવાણનું રિપેરીગ કામ કરાયું તેની તસવીર.
  • સ્લેબ ડ્રેઈનના પીલરના પાયા નીચે મોટી માત્રમાં વરસાદી પાણી આવતાં ધોવાણ થયું હતું
  • ચોમાસામાં હવે ધોવાણ થતું અટકશે

નસવાડીના ડુંગર વિસ્તારના 5 ગામ અને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની હદને જોડતો ત્રણ ગાણાનો મુખ્ય સ્લેબ ડ્રેઈન ખેંદા ગામ પાસે આવેલ છે. જે સ્લેબ ડ્રેઈનના પીલરના પાયા નીચે મોટી માત્રમા વરસાદી પાણી આવતા ધોવાણ થયું હતું. જે ધોવાણ સતત વધતા પીલર નીચે આખો એક માણસ ઉપરથી નીચે પસાર થાય તેટલી જગ્યા ખુલ્લી થઈ હતી.

ડુંગર વિસ્તારના કોતરોમા ભારે પાણી આવતું હોઈ આ વર્ષે ચોમાસામાં વધુ પાયાનું ધોવાણ થવાની શકયતા હતી. જે બાબતેના એહવાલ પ્રસિદ્ધ કરાયા હતા. આખરે તંત્ર તેમજ સંખેડા ધારાસભ્ય અભેસિંગ તડવી આ બાબત ધ્યાન પર લઈ તત્કાલ આ સ્લેબ ડ્રેઈનના રિપેરિંગ માટે નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગને જાણ કરાઈ હતી.

નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગ સ્થળ પર પહોંચી અને કઈ રીતે કામગીરી કરવાની છે, બાબતે ત્યાં મજૂરોને સમજ આપી હતી. જેમાં પીલરના ચારે બાજુ આરસીસી કોંક્રેટની દિવાલ હાલ ભરાઈ ગઈ છે. અને પાણી હવે આવશે તે ઉપરથી જશે અને પાયાનું ધોવાણ અટકશે તેમ લાગી રહ્યું છે. ખેંદા, સાંકડીબારી, છોટીઉંમર, કુપ્પા, ગનીયાબારી આ પાંચ ગામને જોડતો મુખ્ય સ્લેબ ડ્રેઈનના પાયાનું રિપેરિંગ થતા ગ્રામજનો સરકારી તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે ચોમાસા દરમ્યાન પણ આ સ્થળની માર્ગ મકાન વિભાગ મુલાકત કરે તેવી ગ્રામજનોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...