આક્રોશ:પાટડીયામાં સ્લેબ ડ્રેઈનના પાયાનું 3 ફૂટ સુધીનું ધોવાણ 5 માસ બાદ પણ યથાવત

નસવાડી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકા અને કવાંટને જોડતા પાટડીયાના સ્લેબ ડ્રેઈનના પાયા નીચે 3 ફૂટનું ધોવાણ થયું છે જેની મરામત હજુ સુધી કરાઈ નથી. - Divya Bhaskar
નસવાડી તાલુકા અને કવાંટને જોડતા પાટડીયાના સ્લેબ ડ્રેઈનના પાયા નીચે 3 ફૂટનું ધોવાણ થયું છે જેની મરામત હજુ સુધી કરાઈ નથી.
  • અધિકારીઓ ચોમાસા બાદ હજુ ગામડાના રોડ-સ્ટ્રક્ચર જોવા ના આવતાં રોષ
  • ભારે વાહનો સતત પસાર થાય તો ઉપરથી સ્લેબ બેસી જાય તેવો ભય

નસવાડી તાલુકા અને કવાંટ તાલુકાને જોડતાં પાટડીયા ગામનો મુખ્ય સ્લેબ ડ્રેઈન છે. આ સ્લેબ ડ્રેઈન પહેલાં જ નસવાડી પંચાયત માર્ગ અને મકાન વિભાગની હદ પૂર્ણ થાય છે. અને સ્લેબ ડ્રેઈનથી છોટાઉદપુર પંચાયત માર્ગ અને મકાન વિભાગની હદ શરૂ થાય છે. કવાંટ તાલુકો પણ આ સ્લેબ ડ્રેઈનથી શરૂ થાય છે. ત્યારે ચોમાસાના પાંચ માંસ વીતી ગયા છે. છતાંય લાખ્ખો રૂપિયાના ખર્ચે બનેલ રોડના સ્ટ્રક્ચરના પાયાના ધોવાણ તરફ આર એન્ડ બી વિભાગની હજુ નજર પડી નથી.

થોડા દિવસ પહેલાં છોટાઉદેપુર ડીડીઓ પણ પંચાયત માર્ગ અને મકાન વિભાગના રસ્તાની મુલાકાતે આવ્યા હતા. હાલ તો પાટડીયા ગામના સ્લેબ ડ્રેઈન નીચે પાયાનું 3 ફૂટનું ધોવાણ ચોખ્ખું દેખાઈ રહ્યું છે. મોટા હેવી વાહનો જો સતત પસાર થાય તો ઉપરથી સ્લેબ પણ બેસી જાય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે.

અંદાજીત સાત મીટરથી વધુ પબોળાઇમાં ધોવાણ દેખાઈ રહ્યું છે. વર્ષો જૂનો સ્લેબ ડ્રેઈન હાલ પણ સારી પરિસ્થિતિમાં છે. ત્યારે પાયાની આજુબાજુ વ્યવસ્થિત આર સી સી નું કામ કરાય તો સ્લેબ ડ્રેઈન હજુ કેટલાય વર્ષો ટકી જાય તેમ છે. આ વર્ષે ચોમાસામાં વધુ પાયાનું ધોવાણ થાય તે પહેલાં છોટાઉદપુર પંચાયત આર એન્ડ બી ના ડે ઈજેનર સ્થળની મુલાકત કરી અને તત્કાલ પાયાનું રિપેરિંગ કરાવે તે જરૂરી બન્યું છે. નહીં તો આવાનર દિવસોમાં મોટા ભરદારી વાહનો પસાર થાય તો સ્લેબ ડ્રેઈનને નુકસાન થાય તેવું દેખાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...