તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરીની માગ:ઘટામલીથી કેવડી તરફના કોઝવેના પીલરની બાજુના જ સ્લેબમાં ધોવાણ

નસવાડી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઘટામલી ગામે સ્લેબ ડ્રેઈનના વચ્ચેના પીલર નીચે ધોવાણ થતા ગમે ત્યારે જોખમી ઘટના બની શકે છે. - Divya Bhaskar
ઘટામલી ગામે સ્લેબ ડ્રેઈનના વચ્ચેના પીલર નીચે ધોવાણ થતા ગમે ત્યારે જોખમી ઘટના બની શકે છે.
  • ચોમાસામાં વધુ પાણી આવતાં પાયા વધુ ખુલ્લા થઈ જવાની શક્યતા

આઝાદીના વર્ષો બાદ નસવાડી તાલુકાના એવા અનેક ગામડા છે. જયાં સરકાર દ્વારા મજુર કરાયેલ રોડ રસ્તાથી લઈ પુલ કોઝવે બન્યા છે. અને જે ગામડામા જઈ શકાતું ન હતું. ત્યાં હવે કાર લઈ તરત જઈ શકાય છે તેવો જ રોડ નસવાડીના ડુંગર વિસ્તારનો કડુલી મહુડીથી ઘટામલી, કેવડી સુધીના પાકા ડામર રોડ જે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો છે. જે રોડ પર ઘટામલી ગામ પાસે 3 ગાણાનો સ્લેબ ડ્રેઈન બનેલ છે. જે સ્લેબ ડ્રેઈન પીલર છે તેની બાજુમાં આર સી સી સ્લેબ ભરાય છે અને તેની ઉપરથી પાણી જાય છે.

હાલ તો સ્લેબ ડ્રેઈનની સ્થળ પરિસ્થિતિ સારી જ છે. પરંતુ ગત વર્ષથી પીલરના બાજુમા જે સ્લેબ ભરાયો હતો તે ધોવાઈ ગયો છે અને મોટા ખાડા પડી ગયા છે. એટલે પીલરના પાયામા જે નીચે કોંક્રિટ આવે છે તે હવે ખુલ્લું થવા લાગ્યું છે. ભારે વરસાદ પડે તો જે પાણી આવશે એમ વધુ નીચે પાણી જોરથી પસાર થાય તો પીલરની નીચેનું કોક્રેટ વધુ ખુલ્લું થાય તેમ છે.

લાખ્ખો રૂપિયાના ખર્ચે વર્ષો પછી સ્લેબ ડ્રેઈન બન્યા છે. હાલ આ સ્લેબ ડ્રેઈનના પાયાનું રિપેરીંગ નહી કરાય તો આ ચોમાસામાં વધુ ધોવાણ થાય તેમ છે. ઘટામલીના ગ્રામજનો પણ સ્લેબ ડ્રેઈન હાલ સારો છે પરંતુ પાયા નીચે ધોવાણ થયું છે તે સરખું થાય તો સારું એમ જણાવ્યું છે. નસવાડી પંચાયત માર્ગ અને મકાન વિભાગ આ બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...