રાજકારણ:નસવાડીની 46 ગ્રામ પંચાયતના ઉપ સરપંચની ચૂંટણી યોજાશે

નસવાડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 17થી 19 જાન્યુઆરીના રોજ બપોરે 1 કલાકે ચૂંટણી યોજાશે
  • ગ્રામ પંચાયતના અનેક સભ્યોને સરપંચો સહેલગાહે લઈ ગયા

નસવાડી તાલુકામાં 46 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ ગઈ. જેમાં લોકસભા, વિધાનસભા કરતા પણ ચૂંટણીનો જબરજસ્ત માહોલ બન્યો હતો. કેટલાય સરપંચો જીત્યા અને કેટલાય હારી ગયા. હવે નિયમ મુજબ નસવાડી તાલુકા પંચાયતના ટીડીઓ એસ. જે. ચૌધરી દ્વારા ઉપ સરપંચની ચૂંટણીને લઈ હુકમો કર્યા છે. જેમાં તારીખ 17, 18, 19 જાન્યુઆરીના રોજ બપોરના 1 કલાકે ચૂંટણી યોજાશેનું જાહેર કરાયુ છે. અને ઉપ સરપંચની ઉમેદવારી ચૂંટણીના દિવસે સવારે 10 કલાકે ફોર્મ ભરવાનું રહેશે અને તેજ દિવસે ચકાસણીથી લઈ ફોર્મ પરત ખેંચવા માટે બપોરના 1 કલાક સુધી ખેંચી શકાશે.

નસવાડી તાલુકાની 46 ગ્રામ પંચાયતના સરપંચો ચૂંટાયા બાદ કેટલાય સરપંચના પેનલના સભ્યો હારી ગયા છે. અને સરપંચોને તેમની પેનલના સભ્યોને ઉપ સરપંચ બનવાનો ચાન્સ ગયો છે. ત્યારે કેટલાય સરપંચો સામે હમણાંથી અવિશ્વાસની દરખાસ્ત કઈ રીતે લવાયની વકીલો અને પંચાયત ધારાના જાણકારો પાસે વિજેતા સભ્યો અને હારેલા સરપંચો માર્ગદર્શન મેળવી રહ્યા છે. નસવાડી તાલુકાની ગ્રામ પંચાયતના અનેક સભ્યોને સરપંચો સાલેહગાહે ફરવા લઈ ઉપડી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...