તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:‌BOBમાં નેટ કનેક્ટિવિટીને અભાવે ધક્કા થતાં વૃદ્ધ પેન્શનરો રડી પડ્યા

નસવાડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તણખલાની બેંકમાં BSNLનું નેટવર્ક ન હોવાથી લોકોને ધક્કા પડે છે
  • 700 રૂપિયા લેવા માટે આજે ત્રીજો ધક્કો પડ્યો : બેંકના ગ્રાહક

નસવાડી, તણખલા, ગઢબોરીયાદ આ ત્રણ ગામમા બેન્ક ઓફ બરોડાની બેંકો આવેલ છે. જેમાં તણખલા અને ગઢબોરીયાદ આ બે ગામમા બેન્ક ગ્રાહકોને ભારે મુશ્કેલી છે. તણખલા ગામે બેન્ક ઓફ બરોડામા નેટ કનેકટિવિટી 4 દિવસથી નથી. 35 ગામના બેન્ક ખાતા ગ્રાહકો હેરાન છે. બેન્કની લેવડ દેવડ બ્રાન્ચ મેનેજર નસવાડી આવી કરી રહ્યા છે. સાથે બેન્કના બી સી બેન્ક બહાર દરવાજે કામ કરે છે. પરંતુ ઓનલાઈન આધાર કાર્ડ લિંક થયા નથી. તેમજ કેટલા આધાર કાર્ડ અપડેટ ન હોઇ બેન્ક ગ્રાહકો જાય કયા?

વૃદ્ધ પેંશનરો સૌથી વધુ હેરાન છે. અબાડાથી આવેલ કમળાબેન તડવી અને સાથે અન્ય મહિલાઓ તો ધક્કાખાઈ ભારે હેરાન હોઇ આંખે આંસુ લાવી હતી. કારણ કે વૃદ્ધ મહિલાને રૂા. 800 ખાતામા હોય રૂા. 700 લેવા પણ બેન્કમાં ધક્કા ખાવા પડે છે. જેને લઈ ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું. સાથે જેમને ખેતીને લઈ રોકફ રકમની જરૂર છે તેવા નખલપુરા, ગોયાવાટ અને અન્ય ગામના લોકોને રોકડ રકમ મળી ન હોઇ 3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. શાળામાં ભણતી શિષ્યવૃત્તિ લેનાર સેજલ ભીલ પણ ધક્કા ખાઈ રહી છે. અન્ય વિદ્યાર્થીની પણ ધક્કા ખાય છે. બેન્કમા બીએસએનએલનું નેટ પ્રોબ્લમ હોઇ કનેક્ટિવિટી નથી નું બ્રાન્ચ મેનેજરે જણાવ્યું હતું. પરંતુ આજે કનેકટિવિટી ચાલુ થશે તેમ જણાવ્યું હતું.

એકંદરે રિજિયોનલ મેનેજરને પણ આ બાબતે જાણ કરાઈ હતી. છતાંય આદિવાસી વિસ્તારના ગરીબ લોકો હેરાન થાય છે. પરંતુ પ્રશ્નો હલ થતા નથી. જિલ્લાના લીડ બ્રાન્ચ મેનેજરો બેન્કની મુલાકત કરી બેન્ક ગ્રાહકોના પ્રશ્ન હલ કરે તેવી માંગ ઉઠી છે. જ્યારે નેટ કનેકટિવિટીની સમસ્યા હોઇ પ્રશ્ન હલ થતા નથી. ગઢબોરીયાદ અને તણખલા બન્ને બેન્કના કર્મચારીઓ બધા ગ્રાહકોને નસવાડી બેન્કમા મોકલે છે. જેને લઈ નસવાડી બેન્કમા ભારે ભીડ ઉમટે છે અને લોકો હેરાન થાય છે.

અન્ય સમાચારો પણ છે...