તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:નસવાડી તાલુકા પંચાયતમાં પડી રહેલાં ડસ્ટબિન ગ્રામજનોની સુવિધા માટે અપાયા

નસવાડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
નસવાડી ગ્રામ પંચાયતને તાલુકાના ગોડાઉનમા પડી રહેલા ડસ્ટબીન અપાયા હતા - Divya Bhaskar
નસવાડી ગ્રામ પંચાયતને તાલુકાના ગોડાઉનમા પડી રહેલા ડસ્ટબીન અપાયા હતા
 • નસવાડી ગ્રામ પંચાયત, ગઢબોરીયાદ, તણખલા મળી 3 ગામમાં ડસ્ટબિન અપાયા

નસવાડી તાલુકા પંચાયતના જર્જરિત ગોડાઉનમાં મોટી સંખ્યામાં નવીન ડસ્ટબીન ધૂળ ખાઈ રહ્યા છે અને છેલ્લા 5 વર્ષથી આ ડસ્ટબીન ઉપયોગમાં લેવાય અને લોકોને આપી દેવાય માટે નસવાડી તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા પણ માંગ કરાઈ હતી. જેમાં થોડા ડસ્ટબીન ગ્રામ પંચાયતને અપાયા હતા. જ્યારે બીજી પણ પડી હતી જે બાબતને લઈ અહેવાલ પ્રસિદ્ધ કરતા નસવાડી ટીડીઓ રસ લીધો હતો અને તત્કાલ એસબીએમ વિભાગને આ ડસ્ટબીન ગ્રામજનોને મળે તે આશયથી સૂચનો કર્યા હતા. ત્યારબાદ એસબીએમ કચેરીના કર્મચારીઓ જર્જરિત ગોડાઉનમાં પડી રહેલા નવા ડસ્ટબીનની જાત તપાસ કરી હતી. નસવાડી ગ્રામ પંચાયત, ગઢબોરીયાદ , તણખલા આમ ત્રણ ગામને ડસ્ટબીન આપવામાં આવ્યા છે.

હવે આ ડસ્ટબીન તાલુકા પંચાયતના ગોડાઉનમાંથી ગ્રામ પંચાયતને આપી દેવાય છે ત્યારે ગ્રામ પંચાયત સરપંચ તલાટી અને ગ્રામ પંચાયત સદસ્યો જાતે ધ્યાન આપી ગ્રામજનોને કચરાની સુવિધાને લઈ આપે તે જરૂરી બન્યું છે. બાકી તો તલાટીઓ ગ્રામ પંચાયતના રૂમોમાં ડસ્ટબીન મૂકી દેશે એટલે પરિસ્થિતિ હતી તેવીને તેવી જ રહે બાબતે ગ્રામજનોમાં ચર્ચાઓ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો