તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:નસવાડીમાં રસ્તાના અભાવે ઘરે જ પ્રસૂતિ થઇ, માતાને જોવા તંત્ર પગપાળા પહોચ્યું

નસવાડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંકડીબારી ગામે આરોગ્ય તંત્ર બાઈક પર પણ ના પહોંચી શક્યું
  • R&Bની બેજવાબદારીને લઈ આદિવાસી વિસ્તારમાં રોષ ભભૂક્યો

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના સાંકડીબારી ગામે છેલ્લા 20 દિવસથી ફોર વ્હીલર વાહન પહોંચી ન શકતા ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. રોડ વિભાગ દ્વારા નિયમ મુજબ સી આરના ટેન્ડર બહાર પાડે છે. જેમાં રોડ રસ્તા રિપેરીંગની કામગીરી જેતે એજન્સી કરે છે. છતાંય છોટાઉદેપુર પંચાયત આર એન્ડ બી અને નસવાડી પંચાયત આર એન્ડ બી પોતાની જવાબદારી ન સમજી બિન્દાસ્ત બન્યું છે.

જેને લઈ સાંકડીબારી ગામના ગ્રામજનો ગામની મહિલાએ સુવિધા વગર બાળકને જન્મ આપ્યો છે. જે બાળકને ઘરે જન્મ આપ્યા બાદ માતા અને બાળકની આરોગ્યલક્ષી તપાસ માટે એફએચડબ્લ્યુ અને આશા ફેસિલેટર બન્ને સાંકડીબારી પહોંચી હતી. તેમને પણ છોટીઉંમરથી કુપ્પા જવાના અધ વચ્ચે રસ્તેથી સાંકડીબારી પગપાળા જવું પડ્યું હતું. બાઈક પણ ગામ સુધી પહોંચી ન હતી.

આરોગ્ય સ્ટાફે પણ ભારે મુશ્કેલી ભોગવી હતી. ઘરે બાળકને જન્મ આપનાર માતા, બાળક સ્વસ્થ છે તેમ જાણવા મળ્યું છે. પરંતુ હજુ પણ રોડ વિભાગ ગામમાં ફોર વ્હીલર વાહન જઈ શકે તેવી સુવિધા નહિ કરે તો કોઈ મોટી ઘટના બનશે તો જવાબદાર કોણ? આર એન્ડની 20 દિવસથી ગામડા સંપર્ક વિહોણા હોવા છતાંય ધ્યાન ન આપતા ગ્રામજનોમાં રોષ ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...