રોજગારીનો અભાવ:નસવાડીના ગામડાઓમાં રોજગારીનો અભાવ હોવાના કારણે શ્રમજીવીઓ સૌરાષ્ટ્ર મજૂરી કરવા રવાના થયા

નસવાડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોજગારીના અભાવે ગામડાઓ ખાલી થઈ રહ્યા હોઇ તંત્ર સક્રિય બને તેવી માગ

નસવાડી તાલુકામાં સૌથી મોટો રોજગારીનો અભાવ છે. ગામડે ગામડે એનઆરજી યોજના હેઠળ કામ કરો અને રોજગારી મેળવોની નસવાડી તાલુકા પંચાયત વાતો કરે છે. પરતું જિલ્લામાં એનઆરજી યોજના હેઠળ કામની ગયેલ ફાઈલો મહિના સુધી આવતી ના હોય પરંતુ વધુ મટેરિયલનું કામ હોય તો વહીવટી મંજૂરી કામની મળી જતી હોય છે. સરકારનો હેતુ છે ગામડામા જોબકાર્ડ ધરાવતા પરિવારને ગામમા રોજગારી મળે. પરતું નસવાડી તાલુકામા કેટલા પ્રધાનમંત્રી આવસ પુરા થયા તેની સામે નિયમ મુજબ આવાસ પૂર્ણ કરનાર લાભાર્થીઓને નિયમ મુજબની મંજૂરી કેટલા લાભાર્થીઓને ચૂકવાઈ છે તે આંકડો પેહલા જોવો જોઈએ.

હાલ તો દરરોજ નસવાડી તાલુકાના ગામડામાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો સૌરાષ્ટ્ર તરફ મજૂરી કરવા જઈ રહ્યા છે. હવે ચૂંટણી આવશે ત્યારે આ મતદારોને જેતે ઉમેદવાર લેવા જશે એ વાત નક્કી છે. પરંતુ રોજગારીનો અભાવ હોય પેટનો ખાડો પુરવા હજારો કિલોમીટર દૂર આદિવાસી લોકો જઈ રહ્યા છે. ત્યારે નસવાડીના ગામડા ખાલી થઈ રહ્યા હોય તંત્ર ધ્યાન લેવું જોઈએ અને તત્કાલ એનઆરજી હેઠળ રોજગાર મળે તેવા પ્રયાસ હાથ ધરવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...