મેઘમહેર:ભારે વરસાદને લીધે નસવાડીના ખુશાલપુરા-ગઢ લો લેવલ કોઝવે પર મેણ નદીના પાણી ફરી વળ્યાં

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકાના ખુશાલપુરા, ગઢને જોડતાં કોઝવે પર મેણ નદીનું પાણી ફરી વળ્યું હતું. જેને લઈ ગ્રામજનો આજુબાજુ બેસી રહ્યા હતા. જ્યારે પાણી કલાકો સુધી ન ઉતરતા નદીમાંથી જીવના જોખમે એક વ્યક્તિ પસાર થયો હતો. - Divya Bhaskar
નસવાડી તાલુકાના ખુશાલપુરા, ગઢને જોડતાં કોઝવે પર મેણ નદીનું પાણી ફરી વળ્યું હતું. જેને લઈ ગ્રામજનો આજુબાજુ બેસી રહ્યા હતા. જ્યારે પાણી કલાકો સુધી ન ઉતરતા નદીમાંથી જીવના જોખમે એક વ્યક્તિ પસાર થયો હતો.
  • 3 કલાક સુધી કોઝવે ઉપરથી પાણી ન ઉતરતાં ગ્રામજનો અટવાયાં
  • જીવના જોખમે એક ગ્રામજને મેણ નદી પાર કરી

નસવાડીના ડુંગર વિસ્તારમા ધોધમાર વરસાદ પડતાં નસવાડી તાલુકાની મુખ્ય મેણ નદીમા ભારે પાણી આવ્યું હતું. જેને લઈ નસવાડીના ખુશાલપુરા, ગઢને જોડતાં લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યાં હતા. આ જગ્યાએ નવીન પુલ બાજુમા બની રહ્યો છે. પરંતુ ડુંગર વિસ્તારના 100 ગામને જોડતો ટૂંકો રસ્તો હોવાથી ગ્રામજનો અહિંયાથી અવર જવર કરે છે. સાંજે પાણી આવ્યું હોઇ ગ્રામજનો કલાકો સુધી પાણી ઉતરવાની રાહ જોઈ બેસી રહ્યા હતા. ખાસ તો ગઢ ગામના લોકો વધુ હેરાન થયા હતા. 3 કલાક સુધી પાણી ઉતર્યું ન હતું. બીજા રોડથી ફરીને જવાનું 15 કિમી હોઇ મુશ્કેલીમા મુકાયા હતા. એક વ્યક્તિ નદીના પાણીમાંથી તરીને જીવના જોખમે સામે પાર ગયો હતો.

હાંડલી ગામના મુખ્ય રોડના કોઝવેનું ધોવાણ થતા ગામ સંપર્ક વિહોણું બન્યું
નસવાડીના ડુંગર વિસ્તારના ગામડામા ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં ખાસ કરીને નાણાવાટથી હાંડલી ગામ તરફ જતા મુખ્ય ડામર રોડ પર આવતા લો લેવલના કોઝવે જે વર્ષોથી જર્જરિત છે. પથ્થરના બનેલ કોઝવેનું વરસાદ સાથે કોતરમા પાણી આવ્યું હતું. કોઝવેનું ધોવાણ થયું છે. જે કોઝવે ઉપરથી હાલ મોટું વાહન જઈ શકતું નથી. જેથી હાંડલી ગામ સંપર્ક વિહોણુ બન્યું છે. હાંડલી ગામ 400ની વસ્તી ધરાવતું ગામ છે. જે ગામમા હમણાં જવું હોય તો કપરાલી, લાવાકોઈના રસ્તાથી અદાજીત 10થી 12 કિમી ફરીને જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. એ પણ નાની ઝરી ગામના કોતરોમા પાણી હોય તો જઈ શકાતું નથી.

અન્ય સમાચારો પણ છે...