તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેતીની શરૂઆત:નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં સારો વરસાદ થતાં ખેડૂતો ખેતી કામમાં જોતરાયા

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડીના રાધનાપાણી ગામે ડુંગર પર બળદ હલકડા સાથે બાંધી ખેતી કરતા ખેડૂતો. - Divya Bhaskar
નસવાડીના રાધનાપાણી ગામે ડુંગર પર બળદ હલકડા સાથે બાંધી ખેતી કરતા ખેડૂતો.
  • ડુંગર પર ખેડ કરી ખેતીની શરૂઆત કરી, એક ઊંચો અને એક નીચો રહે તે રીતે બે બળદ હલકડામાં જોડી ખેતી થાય છે

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ખેડૂતો પથ્થરમાંથી પાણી કાઢનારા છે અને ખેતી પણ ડુંગર ઉપર પકવી જાણે છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં સારો વરસાદ થયા બાદ હાલ ખેડૂતો ખેતી કામમાં જોડાઈ ગયા છે. પરંતુ ડુંગર વિસ્તારના ખેડૂતો ડુંગર ઉપર ખેતી કરે છે જે ડુંગર પર બળદ લઈ જાય છે અને પરત આવે છે ડુંગર વિસ્તારના કેવડી સાથે રાધનાપાણીના ખેડૂતો હાલ ખેતી કામમાં જોતરાઈ ગયા છે. જેમાં ખાસ તો ડુંગરની જમીન પથ્થર વાળી જમીન હોય છે છતાંય ખેડૂતો આ જમીન પર ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.

રાધનાપાણીના ખેડૂત જેન્તીભાઈના જણાવ્યા મુજબ બળદ એક ઉંચો અને એક નીચો રહે તે રીતે એને ચલાવવા પડે છે. હલકડાથી ખેતી કરવી કઠીન છે. પરંતુ વર્ષોથી ખેતી ડુંગર પર જ કરીએ છે. બળદને લઈ ડુંગર ચઢવું અને ઉતરવું મુશ્કેલ છે પણ જીવન જીવવા ખેતી તો કરવી પડે. હાલ તો નસવાડી તાલુકાના અનેક ગામડામાં ખેડૂતો ડુંગર પર ખેતીકામમાં કામગીરી કરી રહ્યા છે અને વરસાદ બાદ હવે ડુંગર વિસ્તાર પણ લીલોછમ દેખાઈ પડશે. ત્યારે ડુંગર પર બળદ સાથે ખેડૂત ખેતી કરે છે તે દ્રશ્યો જોઈ સૌ કોઈ વિચારતા થઈ જાય છે. આ ખેડૂતો કેટલી મેહનતથી ખેતી કરે છે.

અન્ય સમાચારો પણ છે...