રજૂઆત:કથળતી આરોગ્ય સેવાને લીધે લોકો ઉછીના રૂપિયા લઇ ખાનગી હોસ્પિ.માં જાય છે

નસવાડી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકાના આદિવાસી યુવાનો રાજકીય નેતાઓને કથળતી આરોગ્ય સેવાને લઈ રજૂઆત કરી હતી. - Divya Bhaskar
નસવાડી તાલુકાના આદિવાસી યુવાનો રાજકીય નેતાઓને કથળતી આરોગ્ય સેવાને લઈ રજૂઆત કરી હતી.
  • આદિવાસી યુવાનોએ ધારાસભ્ય, ઉપાધ્યક્ષને ઉગ્ર રજૂઆત
  • નસવાડીમાં બદતર હાલત સુધરે તેવી લોકો માગ કરી રહ્યાં છે

હાલમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા “નિરામય ગુજરાત’ના સૂત્ર સાથે રોગ મુક્ત વ્યક્તિ અભિયાન શરૂ કર્યું છે. પરંતુ આ સૂત્ર નસવાડી તાલુકા માટે ફારસરૂપ છે. કારણ કે નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. ટ્રાયબલ વિસ્તારમા ગરીબ લોકો પાસે આરોગ્યલક્ષી સેવાના પૂરતા રૂપિયા નથી અને આદિવાસી વિસ્તારના દર્દીઓ નસવાડી દવાખાનામાં આવે છે.

તો તેમની પૂરતી આરોગ્યલક્ષી સેવા થતી નથી અને તરત 108મા બોડેલીની ખાનગી હોસ્પિટલમાં મોકલાય છે. તેમજ મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડના અનેક કડવા અનુભવો નસવાડી તાલુકાના આદિવાસી વિસ્તારના લોકોને થયા છે. નસવાડી 212 ગામનું સીએચસી છે. પરંતુ દરરોજના કેટલાય કેસો નસવાડીમાં પૂરતી સુવિધાઓ ન હોય રીફર કરવા પડે છે. એ પણ નજીકમાં સરકારી હોસ્પિટલ ન હોઇ બોડેલી લઈ જવા પડે છે અને ત્યાંથી પણ વડોદરા રિફર કરવા પડે છે. અનેંક આદિવાસી લોકોને ઉછીના રૂપિયા લઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી પડે છે.

સરકારી દવાખાના દાખલ થાય તોય ડોક્ટર બહારની દવા મગાવે છે. આદિવાસી લોકો અભણ વધુ હોય કોઈ નેતા ધ્યાન આપતા નથી. તેમજ સરકાર બધી મફત સુવિધાની વાત કરે છે. પણ આદિવાસી લોકો દર્દીને લઈ જે હોસ્પિટલમાં જાય છે. ત્યાં રૂપિયા ભરાવે છે. જેવી અનેક આરોગ્યલક્ષી કથળતી સેવા બાબતે નસવાડી તાલુકાના આદિવાસી યુવાનો સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી અને ભાજપ પ્રદેશ ઉપાદયક્ષ જશુભાઈ ભીલને ઉગ્ર રજૂઆત કરી છે.

સાથે આરોગ્યલક્ષી સેવા કેવી અપાઈ રહી છે ના વીડિયો પણ પણ રાજકીય નેતાઓને બતાવ્યા છે. નસવાડી તાલુકાના પીએચસી સાંજ પડે બંધ થઈ જાય છે. ડોક્ટરો વડોદરા રહે છે. ડોક્ટરો ફક્ત નોકરીના સમય પુરતા આવે છે. જેવી રજૂઆત કરાઈ છે. હવે નેતાઓ આરોગ્યલક્ષી સેવા બાબતે કઈ નહીં કરે તો યુવાનો રાજ્ય સરકારમાં જઈ રજૂઆત કરશેનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...