તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:રતનપુર(ન)ના પુલ પર ખાડા પડતાં ચાલકોને હાલાકી

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રતનપુર નસવાડીના નર્મદા મેઈન કેનાલના પુલ પર મોટા ખાડા પડયા છે. - Divya Bhaskar
રતનપુર નસવાડીના નર્મદા મેઈન કેનાલના પુલ પર મોટા ખાડા પડયા છે.
  • નસવાડીના બરોલી, રતનપુર, ખોડીયા પાસેના પુલ પર સળિયા દેખાવા લાગ્યા

નસવાડીથી કવાંટને જોડતાં મુખ્ય સ્ટેટ હાઈવે નસવાડીથી ખોડીયાથી નવગામ જતા પંચાયતનો મુખ્ય રોડ નસવાડીથી તણખલા જતો સ્ટેટ હાઈવેનો મુખ્ય રોડ આ ત્રણ રોડ પસાર થાય છે. પરંતુ મુખ્ય નર્મદા મેન કેનાલ આવે છે. જે કેનાલ પર મોટા પુલ તો બનેલ છે. પરંતુ તે નર્મદા મેન કેનાલ વિભાગમા આવે છે અને તેના સ્ટ્રક્ચર પુલ ઉપર મોટા ખાડા પડી ગયા છે. ખાસ તો વર્ષો જુના પુલ હોય આર સી સી હવે તૂટવા લાવ્યું છે. જેને લઈ મોટા જોખમી ખાડા પડી ગયા છે. ખાસ તો વાહન ચાલકોથી વ્યસ્ત રેહતા તાલુકાના મુખ્ય રોડ છે. જેને લઈ મેન કેનાલના પુલ પર મોટા ખાડા પડ્યા છે અને લોંખડના સળીયા પર બહાર દેખાઈ રહ્યા છે.

જે ખાડામા હવે ચોમાસાના વરસાદથી પાણી ભરાશે. એટલે તે ખાડા વધુ મોટા થશે. હાલ તો રતનપુર નસવાડીના પુલ પાસે મોટો ખાડો પડ્યો છે અને આ રોડથી છોટાઉદેપુર કવાંટના વધુ વાહનો પસાર થાય છે. ત્યારે ખાડા જલ્દી પેચ વર્ક કરાય તેવી વાહન ચાલકોની માંગ છે. કારણ કે ખાડાથી વાહનો પટકાઈ રહ્યા છે અને ખાડા જોખમી બન્યા હોઇ નર્મદા મેન કેનાલ વિભાગ જલ્દી ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...