તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:નસવાડી-કવાંટ રોડના મસમોટા ખાડાથી વાહનચાલકો પરેશાન

નસવાડી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
નસવાડી કવાંટ જતા રોડની સપાટી અને અકસ્માતમા ઈજાગ્રસ્ત બનેલ પરિવાર. - Divya Bhaskar
નસવાડી કવાંટ જતા રોડની સપાટી અને અકસ્માતમા ઈજાગ્રસ્ત બનેલ પરિવાર.
 • પલાસણી પાસે અકસ્માતમાં બે ઈજાગ્રસ્તોને નસવાડી CHCમાં સારવાર માટે ખસેડાયા
 • વાઝડીતાડનો બાઈક સવાર પત્ની, બાળક સાથે રોડ પર પટકાયો

નસવાડી કવાંટ રોડ દસ વર્ષ બાદ મંજુર થયો છે. તે રોડ 30 કિમીથી વધુ લંબાઈ ધરાવતો રોડ છે. રોડ પર આવતા પુલ, સ્લેબ ડ્રેઈન તેમજ અન્ય કામગીરી કરાઈ રહી છે. કામગીરી પણ ધીમીગતિએ ચાલી રહી છે. અધિકારીઓ પણ કામની ગતી વિશે જાણી રહ્યા છે. પરંતુ નસવાડીથી કવાંટ જતા સ્ટેટ હાઇવે રોડ પર મસમોટા ખાડા તો પડી ગયા છે. પરંતુ વર્ષો જૂનો રોડ હોય રોડની સપાટીનો કાર્પેટ સિલકોટ પણ મોટી માત્રમા નીકળી ગયો છે. રોડ પર જેમ કે કાચા મકાન પર પતરા મૂકતા હોય તેવી પતરાની નિક પડી ગઈ છે.

બાઈક સવાર તો આ રોડ પર ઝોલા ખાય અથવા તો એવું લાગે જાણે કાચા રોડ પર પસાર થઈ રહ્યો હોય તેમ લાગે છે. છેલ્લા એક વર્ષથી રોડની કામગીરી ચાલુ છે. પરંતુ હજુ ડામર રોડ પાકો બન્યો નથી. પરંતુ અધિકારીઓ આ રોડ પર પડેલા ખાડાનું રિપેરિંગ તરફ પણ ધ્યાન આપતા નથી. જેને લઈ પલાસણી ગામ પાસે મસમોટા ખાડામાં વાઝડીતાડ ગામનો પરિવાર પટકાયો હતો. જેમા પત્ની અને બાળક ઇજાગ્રસ્ત બનતા નસવાડી સીએચસીમા 108 મારફતે લવાયા હતા.

બાળકને માથા અને માતાને હાથ, પગ, માથામા ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારે છોટાઉદેપુરના અધિકારીઓ ડામર રોડ બનશે ત્યારે બનશે. પરતું હાલ રોડ પર પડેલ ખાડાનું રિપેરિંગ કામગીરી કરાવે તેવી માંગ ઉઠી છે. અકસ્માતમા નિર્દોષના જીવ ગયા બાદ કામગીરી કરવામાં આવશે?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો