ઉજવણી:નસવાડી ખાતેના એકલવ્ય તીરંદાજી મેદાનમાં 12 કલાકમાં ડોમ ઉભો કરાયો

નસવાડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી એકલવ્ય મેદાનમા બિરસા મુંડાની જન્મ જ્યંતીની ઉજવણીને લઈ ડોમ તૈયાર કરાયું છે. - Divya Bhaskar
નસવાડી એકલવ્ય મેદાનમા બિરસા મુંડાની જન્મ જ્યંતીની ઉજવણીને લઈ ડોમ તૈયાર કરાયું છે.
  • આજે બિરસા મુંડાની જન્મ જયંતી કેન્દ્રીય મંત્રીની હાજરીમાં ઉજવાશે
  • ટ્રાયબલ વિસ્તારના પ્રશ્ન ઠેરના ઠેર પરંતુ મંત્રીના સ્વાગત માટે લાખોના મંડપ કલાકોમાં તૈયાર

નસવાડી ટાઉનના એકલવ્ય તીરંદાજી મેદાનમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણી 15 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે. જેને લઇ ડોમ મંડપ તૈયાર કરાયો છે. જે ડોમ મંડપ 12 કલાકમાં ઉભો કરાયો છે. લોંખડની મોટી ફૅર્મ ઉભી કરી વિશાળ મંડપ તૈયાર કરાયો છે. કેન્દ્રીય સ્ટીલ મંત્રી રામચંદ્ર પ્રસાદ સિંઘજીના અધ્યક્ષસ્થાને આ ઉજવણી થવાની છે. છોટાઉદેપુર જિલ્લાના ટ્રાયબલ વિસ્તારમાં આ ઉજવણી થવાની છે. જેનો કાર્યકમ નસવાડીમાં યોજશે. ટ્રાયબલ વિસ્તારના નસવાડી તાલુકાના અનેક પ્રશ્ન જેવા કે પાકા રોડ બન્યા નથી.

હજુ આરોગ્યલક્ષી સેવા નસવાડીમાં પૂરતી મળતી નથી તેમજ અનેક ગામડામાં વિકાસ હજુ પહોંચ્યો નથી. ત્યારે સરકારના કેન્દ્રીય મંત્રી આવવાના કાર્યકમ જાહેર કરાયાના કલાકોમાં ડોમ મંડપ તૈયાર થયા છે. જ્યારે નસવાડી ટાઉનનો રોડ હજુ ખખડધજ પરિસ્થિતિમાં છે. ત્યારે ભગવાન બિરસા મુંડાનું જીવન જ આદિવાસી વિસ્તારના પ્રાણ પ્રશ્ન માટે હતું. પરંતુ હજુ તે પ્રશ્ન હલ થયા ન હોય ત્યારે કેન્દ્રીય મંત્રી નસવાડી તાલુકાના અનેક પ્રશ્ન બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...