છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકા આવેલા છે. આદિવાસી વિસ્તારમા સરકારી કામોમા ગ્રામ પંચાયતથી લઈ જિલ્લા પંચાયત તેમજ અન્ય ખાનગી બાંધકામ ક્ષેત્ર અને મોટા ટેન્ડરોના બાંધકામમા બ્લેક સ્ટોન વપરાય છે. જે બ્લેક સ્ટોનમા 60.40.40.63.35.40.20 એમ.એમ 10 એમ ક્વોરી ડસ્ટ જેવા બ્લેક પથ્થરમાંથી બનતા મટેરિયલ થકી બાંધકામના કામ ચાલુ હોય છે. જેમાં મકાન બાંધકામ, આર સી સી રોડ, બિલડીંગ કામ, ડામર કામ, મોટા સ્ટ્રક્ચર પુલ, તેમજ અન્ય તમામ નાના મોટા બાધકામમા બ્લેક સ્ટોન (કપચી) વપરાય છે.
છોટાઉદેપુર જિલ્લા બ્લેક સ્ટોન ક્વોરી એસોસિએશન રાજ્યના ક્વોરી એસોસિએશન સાથે જોડાયેલ હોય હાલ તેઓ પોતાના વેપાર બંધ રાખેલ છે. રાજ્યના મુખ્યમંત્રી પાસે વર્ષો જૂની ક્વોરી એસોસિએશનની જે માગ છે. તે માગ થોડા દિવસ પહેલા ક્વોરી એસોસિએશનના હોદ્દેદારો લઈને પહોંચ્યા હતા. છતાંય તેઓનો પ્રશ્ન હલ થયો ન હોઇ આંખરે ગુજરાત સ્થાપના દિવસ 1 મેથી રાજ્ય ક્વોરી એસોસિએશન ક્વોરીઓ બંધ કરી પોતાની માગને લઈ વિરોધ પર ઉતર્યું છે. છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામા સરકારી બાંધકામો ચોમાસા પહેલા પુર ઝડપે હાલ ચાલી રહ્યા હતા.
જેમાં ખાસ કરીને જે મટેરિયલ ક્વોરીમાંથી આવ્યું હતું તે હવે પૂરું થવા આવ્યું છે. અને કેટલાય બાંધકામના કામ જેના વર્ક ઓર્ડરની છેલ્લી તારીખો છે. તેઓને ક્વોરી એસોસિએશન બંધ પાડેલ છે. જે તે ક્વોરી માલિક મટેરિયલ આપવાની સ્પષ્ટ ના પાડી રહ્યા છે. એટલે કરોડો રૂપિયાના સરકારી બાધકામો ટૂંક દિવસોમા ઠપ્પ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. અને બ્લેક સ્ટોન ક્વોરી બંધ રહી તો સરકારી તંત્ર જ મુશ્કેલીમા મૂકાશે ના એંધાણ વર્તાઈ રહ્યા છે. સાથે ક્વોરીમા જે બ્લેક સ્ટોન મેટિરેયલ નીકળે તેની કરોડોની રોયલટીની આવક પણ હાલ ઠપ્પ થઈ છે. એકંદરે ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરી ઈન્ડસ્ટ્રિઝ એસોસિએશન હાલ બંધ હોય જેની મોટી અસર બાંધકામ ક્ષેત્રે આવવા લાગી છે.
આવાસની કામગીરીને લઈ કપચી લેવા ગયેલા લાભાર્થીને પરત ફરવું પડ્યું
પ્રધાનમંત્રી આવાસની કામગીરીને લઈ નસવાડી તાલુકાના લાભાર્થી ક્વોરી પર કપચી લેવા ગયા હતા. પરંતુ ક્વોરી બંધ હોવાથી આવાસનો લાભાર્થી પરત ફર્યો હતો. એકંદરે મોટા પ્રોજેક્ટ પણ મેટરીયલને લગતી અછત સર્જાવા લાગી છે.
5 મેના રોજ CM છોટાઉદેપુર આવતા હોઇ હેલિપેડ માટે મટિેરિયલ કોણ આપશે?
રાજ્યના મુખ્યમંત્રી પહેલીવાર છોટાઉદેપુર ખાતે 5 મેના રોજ આવી રહ્યા છે. ત્યારે બ્લેક સ્ટોન ક્વોરી એસોસિએશન બંધ પાડેલ હોવાથી મુખ્યમંત્રીના હેલિપેડ બનાવવા બ્લેક સ્ટોન મટેરિયલ કોણ આપશે? ની ચર્ચા ઓ ઉઠી છે. પરંતુ કામગીરી કરનાર એજન્સીઓ કોવોરી સંચાલકો સાથે સારા સંબંધો ધરાવતી હોવાથી કોણ અંદર ખાનગી મટેરિયલ આપે તેના પર અન્ય ક્વોરી સંચાલકો સાથે સૌની નજર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.