તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:નસવાડીમાં જિલ્લા, તાલુકા મળી 21 ફોર્મનો ઉપાડ, જિલ્લા પંચાયત માટે 7, જ્યારે તાલુકા પંચાયતની બેઠકો માટે 14 ફોર્મ લઇ જવાયા

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકા સેવાસદનમા ઉમેદવારી ફોર્મ લેવા આવેલ ઉમેદવાર. - Divya Bhaskar
નસવાડી તાલુકા સેવાસદનમા ઉમેદવારી ફોર્મ લેવા આવેલ ઉમેદવાર.
  • નસવાડી તાલુકા સેવાસદન અને તા. પંચા. કચેરીમાં ઉમેદવારો ઉમટ્યાં

નસવાડી તાલુકામા હવે ધીરે ધીરે વાતાવરણ ચૂંટણી લક્ષિ બની રહ્યુ છે. ત્યારે નસવાડી તાલુકા સેવાસદન અને નસવાડી તાલુકા પંચાયત કચેરીમાં ઉમેદવારો ઉમેદવારી ફોર્મ લેવા આવ્યા હતા. જેમાં 5 જિલ્લા પંચાયતની બેઠક છે. પરંતુ ફક્ત બે જિલ્લા પંચાયત બેઠક જેમાં નસવાડી 2, વઘાચ 5 માટે ઉમેદવારો ઉમેદવારી ફોર્મ લઈ ગયા છે. અને 3 જિલ્લા પંચાયત બેઠક માટે એકપણ ફોર્મ ઉમેદવાર લઈ ગયા નથી.

જ્યારે તાલુકા પંચાયતની 22 બેઠકો પૈકી 8 બેઠકો પર ઉમેદવાર ફોર્મ લઈ ગયા છે. 14 બેઠકો માટે એકપણ ફોર્મ ઉમેદવાર લઈ ગયા નથી. લઈ ગયેલા ફોર્મમાં બેઠક ભીલ બોરીયાદ 3, મોધલા1, આમરોલી 1, ધારસિમેલ 3, કડુલીમહુડી 2, નસવાડી(1) 1, સાકળ(ત) 1, તરોલ 2, આમ કુલ 21 ફોર્મ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ ઉમેદવાર લઈ ગયા છે. નસવાડી તાલુકા સેવાસદન પર ડે ડીડીઓ આનંદ કુમાર ઉકાણી અને મામલતદાર જી. આર. હરદાસણી વ્યવસ્થા ગોઠવી છે. જ્યારે તાલુકા પંચાયત કચેરીમાં નસવાડી ટીડીઓ એસ. જે. ચૌધરી દ્વારા ઉમેદવારી ફોર્મ માટે વ્યવસ્થા ગોઠવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો