કોરોનાના કેહર વચ્ચે ખાસ રમતવીરો પણ ભારે મૂંઝવણમા મુકાયા છે. કારણ કે રમત એ એક ટેલેન્ટ છે. જેના થકી બધા આગળ વધતા હોય છે. અને રમત રમી ખેલાડી દેશ સાથે રાજ્ય અને જિલ્લા તાલુકાનું નામ રોશન કરતો હોય છે. ત્યારે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કચેરી છોટાઉદેપુર દ્વારા આયોજિત કેન્દ્ર અને રાજ્ય સરકારના આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે નસવાડી એકલવ્ય તીરંદાજી એકેડેમીમાં જિલ્લાકક્ષાની 100, 200, 800 અને 1500 મીટરની દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું .
જેમાં જિલ્લાના તમામ 6 તાલુકાના રમતવીરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ રમત સ્પર્ધાના ઉદ્ઘઘાટનમાં તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા અને છોટાઉદેપુર જિલ્લા સિનિયર કોચ અને ભારતીય તીરંદાજી એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી દિનેશભાઈ ભીલ (તીરંદાજ) દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
રમત રમવા આવેલ ખેલાડી ખેલદિલીથી ભાગ લીધો હતો. ઉદ્ઘાટન પ્રસંગે હાજર પ્રતિનિધિ ઓ એ ખેલાડી ઓને છોટાઉદેપુર અને ગુજરાતનું ગૌરવ વધારે અને આગળ વધે તેવી શુભકામનાઑ પાઠવી હતી. કોરોના કાળ ના સમય બાદ સ્પર્ધા શરૂ થતા ખેલાડીઓના ચહેરા પર ઉત્સાહ દેખાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.