તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:નસવાડી ટાઉનના સિનિયર સિટિઝનોને મેડિકલ તેમજ ફ્રૂટના કિટનું વિતરણ

નસવાડી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
નસવાડી પોલીસે સિનિયર સિટીઝનોને કીટ આપી. - Divya Bhaskar
નસવાડી પોલીસે સિનિયર સિટીઝનોને કીટ આપી.
 • પોલીસે ઘરે રહેવા અપીલ કરી મુશ્કેલી હોય તો જાણ કરવા સૂચના આપી

કોરોના વાઇરસની બીજી લહેરમાં સૌથી મોટી દવા હોય તો તે છે હૂંફ જે નસવાડી ટાઉન પોલીસે ઘરે ઘરે જઈ સિનિયર સિટીઝનોને આપી માનવતા બતાવી છે. નસવાડી ટાઉનમાં રહેતા સિનિયર સિટીઝનોના ખબર અંતર પૂછી તેઓને મેડિકલ અને ફ્રૂટના કિટ આપવામાં આવ્યા હતા.

નસવાડી ટાઉનમાં જે રીતે કોરોના વાઇરસની મહામારી વધી રહી છે અને કોરોના વાઇરસમા ખાસ તો સિનિયર સિટીઝનો ઘરે રહી સુરક્ષિત રહે તે માટે નસવાડી ટાઉન પોલીસ પીએસઆઈ સી ડી પટેલ અને સ્ટાફ દ્વારા નસવાડી ટાઉનમાં અલગ અલગ વિસ્તારમાં ફરીને જે ગ્રામજનો સિનિયર સિટિઝન છે તેઓને રૂબરૂ મળી તેમના ખબર અંતર પૂછી જરૂરી દવા અને ફ્રૂટની કિટનું વિતરણ કર્યું હતું.

એકંદરે પોલીસની કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી. હાલના કપરા કારમાં પોલીસ દ્વારા સિનિયર સિટીઝનોને પોતાના પરિવારની જેમ કોઈપણ મુશ્કેલી હોય તો કોલ કરવા પણ જણાવ્યું છે જે કામગીરી ખરેખર પ્રશંસનિય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો