તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:નસવાડીના GATL કેન્દ્ર પરથી ખેડૂતોને ખેતીલક્ષી કિટનું વિતરણ

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નસવાડી તાલુકો ખેતી પ્રધાન તાલુકો છે રાજ્ય સરકાર દવારા ખેડૂતો ને પ્રગતિશીલ બનાવવા માટે દર વર્ષે કરોડો રૂપિયા ના કીટ નું આયોજન કરાય છે જેના ભાગરૂપે નસવાડી ના જી એ ટી એલ કિશાન સુવિધા કેન્દ્ર પર રાજ્ય સરકાર ના આદિજાતિ વિકાસ વિભાગ દવારા કૃષિ વૈવિધયકરણ યોજના અંતર્ગત ખાતર મા યુરિયા 1 થેલી , પ્રોમ ઓર્ગેનિક ખાતર 1 થેલી ,મકાઈ 4 કીલો આમ એક ખેડૂત ને કીટ અપાઈ છે.

ખાસ સરકાર દવારા એક ખેડૂત ને 250 રૂ ના દરે આ કિટ આપવામાં આવી છે ખેડૂતો ને કીટ આપવાની શરૂઆત કરાઈ છે 3519 ખેડૂતો ની કીટ મંજુર થયેલ હોય હાલ કીટ આપવાની શરૂઆત કરવામાં આવી છે કીટ લેવા દરરોજ અલગ અલગ ગામ થી બોલવામાં આવશે તેમ ડેપો મેનેજર એન આર પટેલ દવારા જણાવ્યું છે અને ખાસ જે ખેડૂતો એ કોરોના રસી લીધી હોય તેને આ કીટ આપવાનું નક્કી કરાયું છે ત્રીજી લહેર આવે પેહલા તંત્ર દરેક રીતે વેકસિનેશન પૂર્ણ કરવા માગતું હોય નસવાડી માર્કેટ મા પણ કીટ લેવા આવેલ વ્યક્તિ રસી ન મુકાવી હોય તો ત્યાં આરોગ્ય ની ટીમ મુકવામાં આવી છે એકંદરે ખેડૂતો ને ખેતી નું કીટ મળતા ખુશી વ્યક્ત કરી છે

અન્ય સમાચારો પણ છે...