તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:નસવાડીમાં 4 કલાકમાં 848 બેગ ખાતરનું વિતરણ, ખેડૂતોને બે થેલી લેવા લાઈનમાં ઊભા રહેવાનો વારો

નસવાડી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડીમા ખાતર લેવા હમણાંથી લાઈનોમા ખેડૂતોને ઉભા રહેવાનો વારો આવ્યો છે. - Divya Bhaskar
નસવાડીમા ખાતર લેવા હમણાંથી લાઈનોમા ખેડૂતોને ઉભા રહેવાનો વારો આવ્યો છે.
  • ખેડૂતોને વધુ ખાતર મળે તેવી વ્યવસ્થા કરવા માટે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી
  • ચોમાસાના આગમન પહેલા ખેડૂતોને ખાતર મળતું નથી તેવી બૂમો ઊઠી છે

નસવાડી તાલુકાના નસવાડી ટાઉનમા અનેક ખાતરની દુકાનો આવેલ છે. જ્યારે નસવાડી માર્કેટમા એક ગુજકો માસોલનો ખાતર ડેપો અને બીજો સરદારનો જી એ ટી એલ કિસાન સુવિધા કેન્દ્ર કાર્યરત છે. આ કેન્દ્રો સિવાય પણ નસવાડી ટાઉનમાંથી ખાતર ખેડૂતોને મળી રહે માટે મંડળીઓ દ્વારા દુકાનમાંથી ખાતર અપાય છે. પરંતુ હાલ નસવાડીમા ચોમાસાના આગમન પહેલા ખેડૂતોને ખાતર મળતું નથીની બુમો ઉઠી. જેમાં નસવાડીના બે કેન્દ્રો પર ખાતર આવ્યું છે.

4 કલાકમા 848 બેગનું વિતરણ કરાયું હતું. જેમાં કોઈ ખેડૂત 10, કોઈ 5 અને છેલ્લે 2 થેલી અપાઈ હતી. ખેડૂતોને ખબર પડતાં ફરી પરિવાર સાથે આધાર કાર્ડ લઈ લાઈનોમા ઉભા રહેવા મજબૂર બન્યા છે. છતાંય ખાતર મળ્યું ન હતું. જયારે જે મોટા ખેડૂતોને તેઓને વધુ ખાતર જોઈતું હોય તે મળતું નથી.

છેલ્લા 8 દિવસમા જી એ ટી એલ કેન્દ્ર અને તેમના દ્વારા અન્ય દુકાનો પર ફળવાયેલ ખાતર મુજબ 1470 બેગનું વિતરણ કરાયુંનું જે એ ટી એલ કેન્દ્રના અધિકારીએ જણાવ્યું છે. છતાંય ખાતરની બુમ ઉઠી છે. ડુંગરના છેવાળાના કાટિયાબારના ખેડૂતોને ફક્ત બે થેલી ખાતર મળતા તેઓ પણ નારાજ થયા છે. ત્યારે ખાતર ખેડૂતોને વધુ મળે તેવી વ્યવસ્થા કરવા ખેડૂતો માંગ કરી છે.

હમણાં ખાતરના હવાતીયા છે તો ચોમાસામાં શુ થશે
મોટા ખેડૂતોને 10 થેલી પણ ખાતર મળતુ નથી. હમણાં ખાતર લેવા આવ્યા છે. પણ ખાતર મળતું નથી. બે થેલી ખાતરથી ખેડૂતોનું શુ થાય. બધા ઘરના પરિવાર સાથે ખાતર લેવા આવ્યા છે. > ટીનાભાઈ, ભીલ ખેડૂત

અન્ય સમાચારો પણ છે...