તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યકરોમા રોષ:ભાજપના નારાજ કાર્યકરોએ અપક્ષમાંથી ફોર્મ ન ખેંચ્યા

નસવાડી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
સંખેડા ધારાસભ્ય સેવાસદનમાં ઉમેદવાર ફોર્મને લઈ જાતે પહોંચ્યાં હતા. - Divya Bhaskar
સંખેડા ધારાસભ્ય સેવાસદનમાં ઉમેદવાર ફોર્મને લઈ જાતે પહોંચ્યાં હતા.
 • નવગામ, બરોલી, કુકરદા બેઠકો પર અપક્ષ તરીકે ફોર્મ ભર્યા હતા
 • સંખેડાના ધારાસભ્ય સમજાવવા માટે સેવા સદન પહોંચ્યા હતા

નસવાડી તાલુકામાં ભાજપ દ્વારા ટિકિટ ફાળવડી કર્યા બાદ રીતસરનો ભાજપ કાર્યકરોમા રોષ ઉઠ્યો હતો. જે રોષ ભાજપની પેજ સમિતિ અને ભાજપ પક્ષ માટે રાત દિવસ મહેનત કરનારાની કદર ન થઈ હોય આખરે નારાજ ભાજપ કાર્યકરોએ પોતાની રીતે અપક્ષમાં ઉમેદવારી કરી હતી. જેમાં ડુંગર વિસ્તારની મહત્વની બેઠક કુકરદા જિલ્લા પંચાયતની અને તેમા ચાર બેઠકો પર અપક્ષ ઉમેદવાર ફોર્મ ભર્યા હતા. તેમજ નવગામ, અને બરોલી જિલ્લા પંચાયત પર અપક્ષ ઉમેદવાર ફોર્મ ભર્યા હતા. છેલ્લાં દિવસે સંખેડા ધારાસભ્ય આ ઉમેદવારોને મનાવવા આવ્યા હતા. જેમાં સેવાસદન ખાતે ધારાસભ્ય આવ્યા પણ હતા.

તે વખતે કુકરદા જિલ્લા પંચાયત બેઠક અને તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર જોડે આવ્યા હતા. પરંતુ તેઓ એ જે વધારાના અપક્ષ ફોર્મ ભર્યા હતા. તે પાછા ખેંચ્યા હતા. જેમાં જિલ્લા પંચાયતના ઉમેદવાર ગેસલીબેન દલસિંગભાઈ જિલ્લા પંચાયતનું ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું હતું. જ્યારે ગોનાબેન અંબાલાલ ડું ભીલ ઉમેદવાર આવી જ ન હોય જિલ્લા પંચાયતના મુખ્ય ઉમેદવાર તરીકે કુકરદા બેઠક પર તેનું ફોર્મ રહ્યું હતું. જ્યારે તેમના પતિ અંબાલાલ ડું ભીલ પોતે પણ ઉમેદવારી તાલુકામા કરી હોય તેઓ ફોર્મ પાછું ખેંચ્યું હતું.

ત્યારે હાજર ભાજપના નેતાઓથી લઈ ધારાસભ્યને એવું લાગ્યું કે બધા અપક્ષ ફોર્મ ખેંચી લીધું છે. પરંતુ ચિત્ર સ્પષ્ટ થયુ નહી અને અપક્ષ ઉમેદવાર નેતાઓને ગોળ ગોળ ફેરવી જતા રહ્યા હતા. જેને લઈ નારાજ ભાજપના કાર્યકરો ચૂંટણી જંગમા અપક્ષ તરીકે પેનલ બનાવી લડી રહ્યા છે. નવગામ, બરોલી બેઠકના પણ ઉમેદવાર ફોર્મ ખેંચ્યું નથી. જ્યારે હવે અપક્ષ, બસપ, ભાજપ, કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો