બેઠક:નસવાડી APMCમાં વેપારીઓ પાસેથી શેષ ફી લેવા બાબતે ચર્ચા

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લાના અન્ય તાલુકામાં શેષ ફી લેવાતી નથી

નસવાડી ટાઉનમા મોટા વેપારીઓ આવેલ છે. જે રીતે વડાપ્રધાન અને રાજ્ય સરકાર દ્વારા વેપારીઓ, ખેડૂતોના હિતને ધ્યાને રાખી શેષ ફી બંધ કરી છે. જેમાં નસવાડી માર્કેટમા પણ શેષ ફી બંધ કરાઈ હતી.

નસવાડી માર્કેટમાં નસવાડીના વેપારીઓની બેઠક મળી હતી. જેમાં માર્કેટ પ્રમુખ, ઉપ પ્રમુખ સાથે ડિરેક્ટરો હાજર રહ્યા હતા. બેઠકમા શેષ ફી વેપારીઓ ભરોનું માર્કેટ કમિટીએ સૂચન કર્યું હતું. પરંતુ વેપારીઓ શેષ ફી ભરવા માંગતા નથી. કારણ કે જિલ્લાના દરેક તાલુકામાં વેપારીઓ વેપાર કરે છે. તેઓ શેષ ફી ભરતા નથી. અને ગુજરાતમા શેષ ફી લેવાતી નથીની વેપારીઓ રજૂઆત કરી હતી. જો માકેટમા જાહેર હરાજી થાય તો શેષ ફી લેવાની હોય. તેમ વેપારીઓ રજૂઆત કરી હતી. નસવાડી માર્કેટમાં શેષ ફીની લાખ્ખો રૂપિયા આવક છે. જે આવક બંધ થઈ ગઈ છે અને નવા નિયમોને લઈ વેપારીઓ શેષ ફી આપતા નથી. જેને લઈ માર્કેટને મોટી ખોટ સર્જાય છે.

આ બાબતે નસવાડીના વેપારીઓ અને માર્કેટ સત્તાધીશો સાથે કલાક સુધી ચર્ચા થઈ હતી. પરંતુ શેષ ફી બાબતે હજુ પ્રશ્ન હલ થયો નથી.

અન્ય સમાચારો પણ છે...