છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની વડદલી ગામની ધોરણ 1થી 8 પ્રાથમિક શાળા 45 વર્ષે નવી ન બનતા શિક્ષકો આદિવાસી બાળકોને જર્જરિત ઓરડામા અભ્યાસ કરાવવા મજબુર બન્યા છે. નસવાડીના વડદલી ગામમા ધોરણ 1થી 8ની પ્રાથમિક શાળા આવેલ છે. પ્રાથમિક શાળા ગામ એક હોવા છતાંય બે ભાગમા ચાલે છે.
ગામ શરૂ થાય ત્યાં શાળાના જર્જરિત ઓરડા છે. અને ગામ પૂરું થાય ત્યાં અન્ય શાળાના પાકા ઓરડા છે. એટલે ગામ શરૂ થાય ત્યાં ધોરણ 1થી 5ના વર્ગ ચાલુ છે. જ્યારે ગામ પૂરું થાય ત્યાં ધોરણ 6થી 8ના વર્ગ ચાલે છે. 127 વિદ્યાર્થીઓની સંખ્યા હોવા છતાંય વર્ષો જુના જર્જરિત ઓરડા નવીન બન્યા નથી. શિક્ષકો કરે તો શું કરે ટાચા સાધનો હોવા છતાંય આદિવાસી વિદ્યાર્થીઓને આગળ લાવવા શિક્ષણ આપી રહ્યા છે. ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ જે ઓરડાઓમા બેસે છે. ત્યાં પતરાવાળા ઓરડા છે. પતરા કાળા અને વર્ષો જુના લાકડાના ટેકા છે.
ફક્ત શાળાને રંગો રોગાન કરેલ હોય જેને લઈ શાળા સારી દેખાય છે. વર્ષો જૂની શાળા હોઇ આચાર્ય દ્વારા શાળાની પરિસ્થિતિને લઈ તાલુકા શિક્ષણ અધિકારીને જાણ કરી છે. છતાંય શાળા નવી બનતી ન હોય ગ્રામજનો જલ્દી શાળા નવી બંનેની માંગ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.