તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:નસવાડીમાં વાલીઓ, બાળકો મોબાઈલથી ઘરે શિક્ષણ મેળવી શકે તે માટે દીક્ષા પોર્ટલ તાલીમ

નસવાડી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઘરે બેઠા શિક્ષણ આપવા દીક્ષા પોર્ટલ તાલીમ યોજાઈ. - Divya Bhaskar
ઘરે બેઠા શિક્ષણ આપવા દીક્ષા પોર્ટલ તાલીમ યોજાઈ.
 • તાલુકાના CRCOને QR કોડને લગતી તાલીમ બીઆરસી ભવનમાં અપાઈ

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા આયોજિત દીક્ષા પોર્ટલ સંદર્ભે નસવાડી તાલુકાના તાલુકા શિક્ષણ અધિકારી, બી.આર.સી કૉ ઓર્ડીનેટર, સી.આર.સી કો-ઓર્ડીનેટર અને બી.આર.પી. મિત્રોને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરાના પ્રાચાર્ય કલ્પનાબેન ઉનડકટના માર્ગદર્શનમાં કેપીસીટિ બિલ્ડિંગમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નસવાડી તાલુકાના બી.આર.સી કૉ. તાલુકાના તમામ સી.આર.સી કો-ઓર્ડીનેટર બી.આર.પી તથા શિક્ષક મિત્રોને દીક્ષા પોર્ટલના પ્રચાર-પ્રસાર અંગે ડાયટના પ્રોફેસર અને નસવાડી તાલુકાના લાઇઝન વિશ્વજીત યાદવ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

દીક્ષાનો અર્થ જોવા જઈએ તો જ્ઞાનની વહેંચણી માટેનો ડિજિટલ માળખું. digital infrastructure for knowledge sharing દીક્ષામાં પ્રાથમિક કક્ષાએથી માંડી અનુસ્નાતક કક્ષા સુધીના શિક્ષક અને વિદ્યાર્થી માટે વિવિધ અને વ્યાપક ઈ-કનેક્ટ દ્વારા શિક્ષક ભાવાવરણ ઉભુ કરાયું છે. શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ જગત સાથે સંકળાયેલા તમામની શિક્ષણ વધુ સરળ સુગમ સહજ તેમજ ડિજિટલ બનાવવા માટે ડિજિટલ પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે દીક્ષા પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. ગૂગૂલ પ્લે સ્ટોર પરથી સરળતાથી દીક્ષા એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે. દીક્ષા એપ્લિકેશન 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો