• Gujarati News
  • Local
  • Gujarat
  • Chhota udaipur
  • Nasvadi
  • Dharna In The Morning And Garba Of Protest At Night, If The Issue Is Not Resolved, Nine Norta Members, Tenth District P.P. Member's Play: On The 11th Day, The Taluka Panchayat Will Be Locked

અનોખો વિરોધ:સવારે ધરણાં અને રાત્રે વિરોધના ગરબા, પ્રશ્ન હલ ના થાય તો નવ નોરતા સભ્યોના, દસમું જિ.પં. સભ્યનું રમાશે : 11મા દિવસે તાલુકા પંચા.ને તાળાબંધી થશે

નસવાડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકા પંચાયતના આંગણે કોગેસ સભ્યો દ્વારા સવારે ધરણાં કરવામાં આવ્યા હતા. બાદમાં નવરાત્રિની પહેલી રાતે આરતી કરી રાજકરણના ગરબા રમી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. - Divya Bhaskar
નસવાડી તાલુકા પંચાયતના આંગણે કોગેસ સભ્યો દ્વારા સવારે ધરણાં કરવામાં આવ્યા હતા. બાદમાં નવરાત્રિની પહેલી રાતે આરતી કરી રાજકરણના ગરબા રમી વિરોધ પ્રદર્શિત કરાયો હતો.
  • નસવાડી તા.પં.માં કોંગ્રેસના 9 સભ્યો તેમના વિસ્તારમાં વિકાસને લગતા કામો નહીં અપાતાં ધરણાંં પર બેઠા

છોટાઉદેપુરના નસવાડીમાં નવરાત્રીના પહેલા નોરતે જ નસવાડી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષ હેઠળ ચૂંટાયેલા સદસ્યો ધરણાં પર ઉતર્યા હતા. તાલુકા પંચાયતમાં ભાજપની બોડી હોઇ કોંગ્રેસના 9 સભ્યોને તેમના વિસ્તારમાં વિકાસને લગતું કામ અપાયું ન હોઇ કોંગ્રેસના સભ્યો ધરણાં પર બેઠા હતા. બાદ રાતના પહેલો ગરબો હોઇ માતાજીની આસ્થા સાથે આરતી ઉતારી કોંગ્રેસના સભ્યો તાલુકા પંચાયતના દરવાજા નજીક રાજકારણના ગરબા રમ્યા હતા અને આ રીતે અનોખો વિરોધ કર્યો હતો.

માતાજીની આરતી ઉતારી આદિવાસી વિસ્તારના વિકાસના કામોમાં ભાજપ સરકારના હોદ્દેદારોને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરાઈ હતી. પ્રશ્ન હલ નહીં થાય તો નવ નોરતા સભ્યોના, દસમો જિલ્લા પંચાયત સભ્યનો રમાશે. જ્યારે દશેરા અને 11 મા દિવસે નસવાડી તાલુકા પંચાયતને કોંગ્રેસ તાળાબંધી કરશે એમ કોંગ્રેસ પ્રમુખ જ્યંદ્રસિંહ સોલંકીએ જણાવ્યું છે. આ રીતે વિરોધ પ્રદર્શિત કરવા રાજકારણના ગરબા પહેલી વખત રમાયા હોઇ ગ્રામજનો જોવા ઉમટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...