રોષ:વીજ વાયર તૂટ્યાની ફરિયાદ કરવા છતાં ન લાગ્યા તો ગ્રામજનોએ જ લગાવી દીધા

નસવાડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
રતનપુરના ગ્રામજનો રાતના 12 વાગે વિજપોલ પર કામગીરી કરી હતી. - Divya Bhaskar
રતનપુરના ગ્રામજનો રાતના 12 વાગે વિજપોલ પર કામગીરી કરી હતી.
  • વીજ ફરિયાદ કર્યાના 5 કલાક બાદ પ્રશ્ન હલ ન થતાં કામ કરવું પડ્યું
  • ​​​​​​​MGVCLના કમ્પ્લેન​​​​​​​ નંબર પર ગ્રાહકો ફરિયાદ કરે છે, છતાંય પ્રશ્ન હલ થતા નથી

નસવાડી MGVCLના કમ્પ્લેન નબર પર ગ્રાહકો ફરિયાદ કરે છે. છતાંય પ્રશ્ન હલ થતા નથી. કારણ કે MGVCLના અધિકારીઓ કર્મચારીઓને એવું છે રાતના ગ્રાહકો ભલે હેરાન થાય મીડિયામા આવે તો નોટિસ મળ્યા બાદ ખુલાસા આપી છૂટી જઈશું. આ માનસિકતા હવે ઘર કરી ગઈ હોય. આદિવાસી વિસ્તારના ગ્રામજનો નસવાડી MGVCLના અંધેર વહીવટથી હેરાન થયા છે. રતનપુરા ગામે સાંજના વાવાઝોડાની અસરથી વિજ વાયર તૂટ્યા હતા. જેની જાણ કમ્પ્લેન નબર પર સાંજના 6 વાગ્યાથી કરાઈ હતી. પ્રશ્ન હલ ન થતા કમ્પ્લેન લેખીતમા નોંધ કરવા જાણ કરાઈ હતી.

પછી ડે ઈજેનરને જાગૃત નાગરિકે વિજ પ્રશ્ન હલ કરવા વાત કરી. છતાંય રાતના 11 વાગ્યા સુધી કોઈ હેલ્પર ગામમા ગયું ન હતું. આખરે પ્રશ્ન હલ ન થતા વિજ ગ્રાહકો ટીસી પરથી ફ્યુઝ કાઢી વાયરો જોડવા કલાકો સુધી કામગીરી કરી હતી. અને રાતના 12:30 વાગે વિજ પાવર ગ્રામજનો જાતે ચાલુ કર્યો હતો. એક્ઝિક્યુટીવ ઇજેનર, ડે ઇજેનર, જુનિયર ઇજેનર, કમ્પ્લેન સેન્ટર પર ફોનથી જાણ કર્યા બાદ જો પ્રશ્ન હલ થતા ન હોય ત્યારે બે જવાબદાર અધિકારીઓ સામે આદિવાસી વિસ્તારમા રોષ ભભૂકી ઉઠ્યો છે. કરોડોના વિજ બિલ લેતી MGVCLના વિજ ગ્રાહકો જાતે કામગીરી કરી સરકારના વહીવટને તમાચો માર્યો છે. જેની ભારે ચર્ચા ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...