તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:નસવાડી ટાઉનની બેઠક પર નવા અને યુવા ચેહરાઓને તક અપાય તેવી માગ

નસવાડી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લા ના 6 તાલુકામાં હાલ ચૂંટણીને લઈ ઉમેદવારો મોટી માત્રામાં ફોર્મ લઈ જઈ રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ નોફીલ મેમણ દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકોને લઈ કોંગ્રેસ પક્ષ યુવાનોનો ઉત્સાહ વધારવા જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર ટીકીટ આપવા માંગ કરી છે. ખાસ કરીને કોંગ્રેસ પક્ષ માટે ચૂંટણી સમયે એનએસયુઆઈના યુવા કાર્યકરો જ ગામે ગામ જઈ કોંગ્રેસને જીત અપાવવા મેહનત કરતા હોય છે.

હાલમાં ભાજપે જે રીતે ટીકીટને લઈ નિયમો બનાવ્યા છે તેને લઈ ભાજપે પણ વધુ યુવાનોને ટીકીટ આપવાનું નક્કી કર્યું છે અને ખાસ નવા ચહેરાઓને ટીકીટ મળે તેવી માંગ ઉઠી છે. નસવાડી તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠક પર અગાઉ ચૂંટાયેલા જિલ્લા સદસ્યોએ પોતાનાે મત વિસ્તાર છોડી નસવાડી બેઠકો માટે ટીકીટની માંગ કરી છે. નસવાડીમાં વર્ષોથી કેટલાય વિસ્તાર વિકાસની રાહ જોઈ રહ્યા છે ત્યારે ટાઉનમાં યુવાનોને ટીકીટ આપવા એનએસયુઆઈ પ્રમુખે માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો